Vadodara

માલેજ પાસે બુલેટ ટ્રેનની સાઈટ પર અકસ્માત, હાઈડ્રોલિક મશીનનો હુક તૂટી પડતા શ્રમિકનું મોત

રાજસ્થાનનો શ્રમિક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈડમાં મજૂરી કરતો હતો :

( પ્રતિનિધિ )વડોદરા,તા.24

વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન અકસ્માતની ઘટના બની હતી. જેમાં માલેજ સ્થિત સાઈટ પર હાઈડ્રોલિક મશીનનો હુક તૂટીને નીચે કામ કરી રહેલા શ્રમિક પર પડ્યો હતો. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

એલ એન્ડ ટી કંપની દ્વારા માલેજ નજીક બુલેટ ટ્રેન માટે કામગીરી ચાલી રહી છે. જ્યાં સાડા ચાર વાગ્યાની આસપાસ હાઈડ્રોલિક મશીનમાં ટેક્નિકલ ખામી સર્જાતા તેની સાથે જોડાયેલો હુક અચાનક નીચે પડ્યો હતો. આ સમયે નીચે કામ કરી રહેલા ઝાવેદ નિઝામુદ્દીનને ગળા અને ખભાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી. આથી અન્ય કર્મચારીઓ તાત્કાલિક ઝાવેદને એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર થઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન જાવેદનું મૃત્યુ થયું હતું. બીજી તરફ આ બનાવની જાણ થતા અટલાદરા પોલીસની ટીમ પર ઘટના સ્થળે આવી પહોંચી હતી એન્ડ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, પ્રાથમિક તપાસમાં મૃતક ઝાવેદ મૂળ રાજસ્થાનનો વતની હતો. જે થોડા સમય પહેલા જ રોજગારીની શોધખોળમાં વડોદરા આવ્યો હતો. જ્યાં તેઓ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ની સાઈડમાં મજૂરી કરતો હતો.

Most Popular

To Top