તાંદલજા ગામમાં રહેતો યુવક પત્નીના પ્રેમમાં આડો આવતો હોય તેણીએ પ્રેમી સાથે મળી મોતને ઘાટ ઉતારી દીધો
જે પી રોડ પોલીસ દ્વારા હત્યારી પત્નીની ધરપકડ કરાઈ, રિમાન્ડની તજવીજ, પ્રેમી અને તેના સાગરિતને પકડવા ટીમો મુંબઈ રવાના કરાશે
વડોદરા તા.24
તાંદલજા ગામે રહેતી મહિલાના મુંબઈના શખ્સ સાથે પ્રેમ સંબંધ હતા. જેથી તેણીએ પ્રેમી સાથે મળીને પતિનું કાસળ કાઢી નાખવાનો પ્લાન ઘડ્યો હતો. દરમિયા 6 દિવસ પહેલા મહિલા હોટલમાં તેના પ્રેમીને મળવા માટે ગઈ હતી. ત્યારે મુંબઈના પ્રેમીએ મૃતકની પત્નીને ઘેનની ગોળી આપી હતી. ત્યારબાદ પત્ની ઘરે ગઈ હતી અને તેમના પતિની દુધમાં ઘેનની ગોળી ઓગળી આપી પીવડાવી હતી. પ્રેમી અને તેના સાગરીત સાથે પ્રેમિકાના ઘરે ગયા હતા.તે સમયે યુવક નીચે જમીન ઉપર ચટાઈ ઉપર સુતો હતો. ત્યારે પત્ની ઈર્શાદના પગ પાસે બેસી ગયો હતો. પ્રેમીએ ઓશીકુ મોઢા ઉપર મુકીને જોરથી દબાવી રાખ્યું હતું. તેની પત્ની ગુલબાનુએ તેના પગ પકડી રાખ્યા હતા તેમજ પ્રેમીના સાગરીતે ગુલખાનુનો દુપટ્ટો લઈને ઈર્શાદના ગળાના ભાગે વિટાળીને જોરથી ખેંચ્યો હતો. આ સમયે ઈર્શાદ તરફડીયા મારતા પ્રેમીએ ઈર્શાદનું માથું જોરથી નીચે જમીનની સાથે ભટકાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેથી પોલીસે હત્યાનો ગુનો નોધી મુખ્ય આરોપી ગુલબાનુની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી.
વડોદરા શહેરના તાંદલજા ગામે ચોતરાવાળા ફળિયામાં રહેતા ઈર્શાદ બનઝારા પોતાની પત્ની સાથે રહેતા હતા. દરમિયાન કુદરતી રીતે ઈર્શાદ નું મોત નીપજ્યું હતું. જેના જનાજા દરમીયાન મૃતકની પત્ની કોઈ સાથે ફોન પર વાત કરતી હતી. જેથી મૃતકના ભાઈ ઈમ્તીયાઝભાઈ અબ્દુલકરીમ બંજારાને શંકા ગઇ હતી. જેથી ઈમ્તીયાઝભાઈ અબ્દુલકરીમ બંજારા તથા યાસ્મીન મોહમદ મેરાજ બંજારા તથા મોહમદમેરાજ બનજરાની હાજરીમાં ગુલબાનુને પુછતા જણાવ્યુ હતું કે આ ઈર્શાદની પત્ની ગુલબાનુને મોહમદ તોસીફ નામના શખ્સ સાથે પ્રેમ સંબંધ હોય અને તેની સાથે જવા માંગતી હોય ગત 18 નવેમ્બરના રોજ મોહમદ તોસીફને વડોદરા ખાતે બોલાવ્યો હતો અને સવારના સાડા દસેક વાગ્યે મોહમદ તીસીફને મળવા અકોટા ખાતે આવેલ મીલન હોટલમાં ગયેલ તે સમયે આ મોહમદ તોસીફ આ ગુલબાનુને ઉંઘની ગોળી આપી હતી અને રાતના સમયને દુધમાં ઓગાળીને પીવડાવી તેને જાનથી મારી નાખી અને ત્યારબાદ આ ગુલબાનુંને લઈ જવાનુ નક્કી કર્યું હતું અને ગોળી પીવડાવ્યા બાદ મોહમદ તીસીફને ફોન કરવાનું જણાવ્યુ હતુ. ત્યારબાદ રાતના દસેક વાગ્યે ગુલબાનુએ ઇર્શાદને દુધમા મોહમદ તોસીફે આપેલી ઊંઘની ગોળી ઓગાળીને પીવડાવ્યા બાદ ગુલબાનુએ મોહમદ તોસીફને વ્હોટસપ કોલ કરીને બોલાવ્યો હતો. તે સમયે 19 નવેમ્બરના રાતના આશરે એકાદ વાગ્યાના સુમારે મોહમદ તોસીફ અને મામા મહેતાબ સાથે મરણ જનારના ઘરે આવ્યા હતા. તે સમયે ઈર્શાદ નીચે જમીન ઉપર ચટાઈ ઉપર સુતો હતો. ત્યારે ગુલબાનુ ઈર્શાદના પગ પાસે બેસી ગયો હતો. તે સમયે મોહમદ તોસીફે ઘરમા ઓશીકુ મોઢા ઉપર મુકીને જોરથી દબાવી રાખ્યું હતું. તેની પત્ની ગુલબાનુએ તેના પગ પકડી રાખ્યા હતા તેમજ સાથે આવેલા મહેતાબ નામના ઇસમે ગુલખાનુનો દુપટ્ટો લઈને ઈર્શાદના ગળાના ભાગે વિટાળીને જોરથી ખેંચ્યો હતો. આ સમયે ઈર્શાદ તરફડીયા મારતા તોસીફે આ ઈર્શાદનું માથું જોરથી નીચે જમીનની સાથે ભટકાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ મોહમદ તોસીફ અને તેની સાથે આવેલા મહેતાબે થોડીવારમાં આવીએ છીએ તેમ કહી જતા રહ્યા હતા અને પરત આવેલ ના હતા. જેથી આ ગુલબાનુએ સગા સબંધીઓને બોલાવી આ ઈર્શાદની છાતીમાં દુખાવાને લીધે મોત થયુ છે તેવી ખોટી હકિકત જણાવી સગા સંબંધીઓ પાસે આખરી મંજીલ કબ્રસ્તાન કિસ્મત ચોકડી ખાતે તેની દફનવિધી કરાવી દીધી હતી. જેથી જે પી રોડ પોલીસે પ્રેમી સાથે મળીને પત્નીએ પતિને મોતને ઘાટ ઉતારી દીધો હોય પોલીસે હત્યાનો ગુનો નોધી મુખ્ય આરોપી ગુલાબાનુની ધરપકડ કરી હતી. જ્યારે ગુલાબાનુના પ્રેમી મોહમદ તોસીફ અને તથા મહેતાબને વોન્ટેડ જાહેર કર્યા હતા.