Vadodara

નીલાંબર સોસાયટીમાં આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયા

ત્રણ દિવસમાં પાંચથી વધુને બચકા ભરતા લોકોમાં ફફડાટ :

વનવિભાગની ટીમની રેસ્ક્યુની કામગીરી દરમિયાન પણ બે વ્યક્તિ પર કપિરાજનો હુમલો :

( પ્રતિનિધિ )વડોદરા,તા.16
વડોદરા શહેરના ભાયલી કેનાલ રોડ ઉપર નીલાંબર સોસાયટીમાં ત્રણ દિવસથી કપિરાજે આતંક મચાવી પાંચથી વધુ વ્યક્તિઓને બચકા ભરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. બનાવની જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમે પાંજરું મૂકી કપિરાજને પકડી લેતા લોકોએ રાહત અનુભવી હતી.

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં કપિરાજનો આતંક સામે આવ્યો છે. હુમલો કરી બચકાં ભરતાં સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ગોત્રી ભાયલી કેનાલ રોડ પર આવેલી વૈભવી નીલાંબર બંગલોઝ સોસાયટી વિસ્તારમાં છેલ્લાં ત્રણ દિવસથી એક કપિરાજે આતંક મચાવ્યો હતો. પાંચથી વધુ વ્યક્તિઓને બચકા ભરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

સોસાયટીના રહીશો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવતા રેસ્ક્યુઅર સ્થળ પર પહોંચ્યા હતા. જોકે કપિરાજને પાંજરે પુરવા સફળતા મળી ન હતી. તેવામાં રવિવારે ફરીથી વનવિભાગની ટીમ જેમાં નીતિન પટેલ, શૈલેષ રાવલ, જીગ્નેશ પરમાર આને ચેતનભાઈ સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં કપિરાજ નજરે પાડયા હતા. જેઓને પકડવા પાંજરું મૂક્યું હતું. જેમાં આખરે ત્રણ દિવસ બાદ આજે કપિરાજ પાંજરે પુરાઈ ગયા હતા. કપિરાજના આતંકથી લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબુર બન્યા હતા. જોકે કપિરાજને પકડી લેવાતા સોસાયટીના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો. કપિરાજને પાંજરે પુરી ટીમ દ્વારા રેસ્ક્યુ સેન્ટર લઈ જવામાં આવ્યા હતા.

Most Popular

To Top