National

SBI તરફથી મોટો ઝટકો: હવે આ સેવા 1 ડિસેમ્બર 2025થી બંધ થઈ જશે, જાણો કઈ છે એ સેવા..?

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ જાહેરાત કરી છે કે તા. 1 ડિસેમ્બર 2025થી તેની mCASH સેવા સંપૂર્ણ રીતે બંધ થશે. જેના કારણે ઘણા ગ્રાહકોને તેમના દૈનિક ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ફેરફાર જોવા મળશે.

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBIએ પોતાના લાખો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. ડિજિટલ પેમેન્ટ ઝડપથી બદલાઈ રહ્યું છે અને આ પરિસ્થિતીમાં બેંકે તેની જૂની ચાલી આવતી mCASH સેવાને તા.1 ડિસેમ્બર 2025થી કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. SBIએ નોટિસ જાહેર કરી છે કે તા.30 નવેમ્બર 2025 પછી આ સેવા OnlineSBI અને YONO Lite પર પણ ઉપલબ્ધ નહીં રહે.

mCASH સેવા શું હતી?
mCASH એ SBI દ્વારા આપવામાં આવેલી એક સરળ અને ઝડપી ફંડ ટ્રાન્સફર સેવા હતી. જેમાં ગ્રાહકો કોઈપણ વ્યક્તિને માત્ર તેના મોબાઇલ નંબર અથવા ઇમેઇલ ID દ્વારા પૈસા મોકલી શકતા હતા. તે પણ કોઈ લાભાર્થી ઉમેર્યા વગર.
પૈસા મોકલતી વખતે રિસિવરને એક સિક્યોર લિંક અને 8-ડિજિટ પાસકોડ મળતા હતા. જેમના આધારે તે તેમના બેંક ખાતામાં પૈસા ક્લેઇમ કરી શકતા.

આ સેવા ખાસ કરીને:

  • નાના ટ્રાન્સફર
  • તાત્કાલિક ચુકવણી
  • લાભાર્થી ઉમેરવાની ઝંઝટ ટાળવા
  • વાળા ગ્રાહકો માટે ખૂબ ઉપયોગી હતી.

mCASH સેવા કેમ બંધ થઈ રહી છે?
SBIએ સ્પષ્ટ કર્યું છે કે mCASH સેવા હવે જૂના ટેક્નોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આધારિત છે. બેંક હવે UPI, IMPS, NEFT અને RTGS જેવી આધુનિક, ઝડપી અને સુરક્ષિત સેવાઓને પ્રોત્સાહન આપવા માંગે છે. નવી પેમેન્ટ સિસ્ટમ સુરક્ષા, ઝડપ અને વાપરવામાં સરળતા મામલે વધારે સારી છે.

mCASH પછી પૈસા કેવી રીતે મોકલવા?
SBIએ ગ્રાહકોને નીચેના વિકલ્પોનો ઉપયોગ કરવાની સલાહ આપી છે:

  1. BHIM SBI Pay (UPI)
  2. IMPS
  3. NEFT / RTGS
    UPI દ્વારા પૈસા મોકલવાની સરળ પ્રક્રિયા:

BHIM SBI Pay એપ ખોલો

  • “Pay” પસંદ કરો
  • VPA, QR કોડ અથવા Account-IFSC પસંદ કરો
  • વિગતો ભરો
  • UPI PIN નાખો

ગ્રાહકો પર શું અસર પડશે?
જે લોકો લાભાર્થી ઉમેર્યા વગર ઝડપી ફંડ ટ્રાન્સફર માટે mCASH પર નિર્ભર હતા. તેમને હવે UPI અથવા IMPS જેવા વિકલ્પો અપનાવવા પડશે.

જો કે નવી સેવાઓ વધુ સુરક્ષિત અને ઝડપી છે. શરૂઆતમાં કેટલાક ગ્રાહકોને ફેરફારને કારણે મુશ્કેલી થઈ શકે.

SBIનો આ નિર્ણય ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને વધુ આધુનિક બનાવવા માટે લેવાયો છે પરંતુ mCASH બંધ થતાં અનેક ગ્રાહકોને તેમની બેંકિંગ ટેવમાં ફેરફાર કરવો પડશે.

Most Popular

To Top