Sports

આજે પહેલી ટી-20 વર્લ્ડ કપ માટે શ્રેષ્ઠ સંયોજન શોધવા પર ટીમ ઇન્ડિયાની નજર

અમદાવાદ : ટીમ ઇન્ડિયા (INDIA VS ENGLAND) અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચાર ટેસ્ટની સીરિઝ પૂર્ણ થયા પછી હવે બધાનું ફોકસ ટેસ્ટ પરથી ટી-20 પર શિફ્ટ થયું છે અને બંને ટીમ વચ્ચેની નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાનારી પાંચ મેચની ટી-20 સીરિઝ (T-20 SERIES)ની પહેલી મેચ શુક્રવારે 7:00 વાગે રમાશે, ત્યારે ભારતીય ટીમની નજર આ વર્ષના અંતે ભારતમાં જ રમાનારા ટી-20 વર્લ્ડકપ (WORLD CUP) પર રહેશે, કે જેના માટે ભારતીય ટીમ શ્રેષ્ઠ સંયોજન શોધવા માટે આ સીરિઝનો ઉપયોગ કરવા માગશે.

ભારતીય ટીમ માટે આ સીરિઝ દરમિયાન કોને રમાડવા તે એક અવઢવનો વિષય રહેશે.
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી માટે આ સીરિઝ એટલા માટે મહત્વની બની રહેશે કે તે આ સીરિઝ દ્વારા ઘરઆંગણે રમાનારા ટી-20 વર્લ્ડકપ માટે કોર ખેલાડીઓની ઓળખ કરવા માગશે અને તેના માટે ઇયોન મોર્ગનની આગેવાની હેઠળની વિશ્વની નંબર વન ટીમથી બહેતર પ્રતિસ્પર્ધાની આશા રાખી શકે તેમ નથી. સીરિઝ દરમિયાન સપાટ વિકેટો પર ઢગલો રન બનશે અને એ સ્થિતિમાં બોલરોની કપરી કસોટી થઇ શકે છે.

બંને ટીમ પાસે ઘણાં આક્રમક બેટ્સમેનો છે અને એ સ્થિતિમાં પ્રેક્ષકોને ઘણી બાઉન્ડરીઓ જોવા મળી શકે છે. ભારતીય ટીમ પાસે વાઇસ કેપ્ટન રોહિત ઉપરાંત ઋષભ પંત અને હાર્દિક પંડ્યા જેવા તોફાની બેટ્સમેનો છે તો ઇંગ્લેન્ડ પાસે પણ કેપ્ટન ઇયોન મોર્ગન, બેન સ્ટોક્સ, જોસ બટલર, ડેવિડ મલાન અને જેસન રોય છે.

ટીમ ઇન્ડિયા 2019ના વન ડે વર્લ્ડકપમાં કરેલી ભુલ ફરી કરવાથી દૂર રહેશે
ભારતીય ટીમ ભલે આ સીરિઝ ઘરઆંગણે રમવાની હોય અને તેની પાસે દરેક ક્રમ માટે ઘણાં ઓપ્શન છે અને આવા સમયે જ કેટલીક મુશ્કેલ સ્થિતિ પણ ઊભી થાય છે અને એવી જ મુશ્કેલીનો સામનો ભારતીય ટીમ 2019ના વન ડે વર્લ્ડકપ દરમિયાન કરી ચુકી છે. તે સમયે ભારતીય ટીમ પાસે ચોથા ક્રમે નિયમિત રમી શકે તેવો બેટ્સમેન નહોતો અને એ અનુભવને ધ્યાને લઇને કેપ્ટન કોહલી તેમજ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ એ નિર્ણય કરવાનો છે કે રોહિતની સાથે દાવની શરૂઆત કોણ કરશે.

જો ધવન અને રાહુલ બંને રમશે તો ઐય્યર-સૂર્યકુમારે બહાર બેસવું પડશે
જો ટી-20ના પ્રદર્શનને ધ્યાને લેવામાં આવે તો લોકેશ રાહુલનું પ્લેઇંગ ઇલેવનમાં રમવું લગભગ નક્કી છે, જો કે આઇસીસીની ટૂર્નામેન્ટ્સમાં શિખર ધવનનું પ્રદર્શન હંમેશા જોરદાર રહ્યું છે અને તે ટીમના સૌથી સીનિયર ખેલાડીઓમાંથી એક છે. કોહલી જો ધવનને ઓપનીંગમાં ઉતારવા માગશે તો રાહુલ ચોથા ક્રમે બેટિંગમાં ઉતરવાનો વારો આવશે. હવે જો આ બંને અંતિમ ઇલેવનમાં સામેલ થશે તો તેના કારણે શ્રેયસ ઐય્યર અથવા વર્ષોની મહેનત પછી ટીમમાં સામેલ થયેલા સૂર્યકુમાર યાદવે બહાર બેસવાનો વારો આવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top