Halol

હાલોલ: વહેમ કરીને પરેશાન કરતી પાડોશણના ત્રાસથી કંટાળી મહિલા અભયમના શરણે

હાલોલ: પડોશણને પતિ સાથે રહેવું ના હોવાથી વહેમ કરીને પીડિતાને હેરાન કરતી હોવાથી હાલોલ અભયમની ટીમ મદદે પહોંચી હતી.b

હાલોલ અભયમની ટીમને મહિલાએ કોલ કરી તેમના પાડોશમાં રહેતા એક બેન દ્વારા હેરાનગતિ હોવાથી તેમને સમજાવવા માટે અભયમની મદદ માંગી હતી. જેથી અભયમની ટીમે ઘટનાસ્થળ પર પહોંચીને કાઉન્સેલિંગ કર્યું હતું પીડિતા બેન સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે તેમના ઘરની સામેના ઘરના બેન તેમના પતિ સાથે સંબંધનો વહેમ કરીને તેમની સાથે મારપીટ કરે છે અને રોજે રોજ અપશબ્દો બોલ્યા કરતા હોય છે. પીડિતા બેન એક પ્રાથમિક શાળામાં સંચાલક તરીકે કામ કરે છે. પીડિતા બેન જ્યારે તેમના કાર્યસ્થળ પર કામ કરતા હતા ત્યારે તેમની પડોશી મહિલાએ તેની માતા અને નણંદ સાથે આવીને તેમને માર માર્યો હતો. ઘટનાસ્થળ પર હાજર લોકોએ તેમને બચાવ્યા હતા ત્યાર બીજા દિવસે સવારમાં પીડિતા બેન ના દીકરી શાળામાંથી પરત આવતા હતા તે સમયે પાડોશી બોલવા લાગ્યા કે તેના છોકરાઓને પણ મારી નાખીશ. પીડિતાએ સમગ્ર ઘટનાની જાણ તેમના પતિને કરી અને પતિએ અભયમની મદદ લેવા માટે જણાવ્યું હતું.પાડોશી સાથે વાત કરી તો તેઓએ જણાવ્યું હતું કે તેમણે પીડિતા બેન ઉપર હુમલો કર્યો હતો પાડોશી પાસે કોઈ પુરાવા ન હતા કે તેમના પતિનું અને પાડોશીનો કોઈ સબંધ હોય. પાડોશીના પતિ સાથે વાત કરી તો જાણવા મળ્યું હતું કે અફેર તેમનું નહીં પણ તેમની પત્નીનું છે તેને રહેવું નથી અને એના જ બહાર અન્ય પુરુષ સાથે સંબંધ હોય અને સાથે રહેવું ના હોવાથી ના રહેવા માટે બહાના કરીને ઝગડા કરે છે. પીડિતા બેન પાડોશીને સમજાવવા માંગતા હતા. પાડોશી બેને તેમની ભૂલ સ્વીકારીને માફી માંગીને લખાણ આપ્યું હતું કે ફરી ક્યારેય તે પીડિતાને હેરાન કરશે નહીં. પીડિતા બેન આગળ કાર્યવાહી કરવા ના માંગતા હોવાથી કેસમાં સમાધાન કરવામાં આવ્યું હતુ.

Most Popular

To Top