ન્યૂયોર્ક શહેર વૈશ્વિક સંપત્તિનું પ્રતિક છે. તેનું વાર્ષિક બજેટ હાલમાં 115 અબજ ડોલર છે – જે નોર્વે, આયર્લેન્ડ અને પોર્ટુગલના બજેટની બરાબર છે.ઝોહરાન મમદાનીએ ન્યૂયોર્ક શહેરના મેયરની ચૂંટણી જીતી, તેમણે ન્યૂયોર્કના ભૂતપૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમો અને રિપબ્લિકન ઉમેદવાર કર્ટિસ સ્લિવાને હરાવ્યા છે.મમદાનીએ ન્યૂયોર્ક શહેરના મેયરની ચૂંટણી જીતનાર પ્રથમ મુસ્લિમ, સાઉથ એશિયન વ્યક્તિ તરીકે ઇતિહાસ રચ્યો છે.
ઉપરાંત, મમદાની 1969માં જોન લિન્ડસે પછી 10 લાખથી વધુ મત મેળવનાર પ્રથમ ન્યૂયોર્ક મેયરના ઉમેદવાર હતા. મમદાનીએ એક સારા વ્યક્તિની છબી અને ચિરસ્થાયી સ્મિત સાથે એક ઉત્સાહપૂર્ણ ઝુંબેશ ચલાવી, જેણે વિભાજનકારી અને ભડકાઉ ભાષણોના લાંબા ઇતિહાસને ઢાંકી દીધો.ન્યૂયોર્કના લોકો સ્વાભાવિક રીતે એ માની શકે છે કે, મમદાની શહેરને એકસાથે લાવવા માંગે છે અને તેને વધુ પોસાય તેવું બનાવવા માંગે છે. તેમણે નિર્ણાયક જીત મેળવી અને હવે તેઓ પોતાના એજન્ડાને આગળ વધારવા માંગે છે, જેમાં ભાડા પર રોકથી લઈને મફત બાળ સંભાળ અને બસોનો સમાવેશ થાય છે. છતાં ન્યૂયોર્કના મેયર તરીકે ટેક્સ અને પરિવહન પર તેમનું નિયંત્રણ મર્યાદિત છે. કર વધારવા માટે તેમને રાજ્યની મંજૂરી લેવી પડશે.
ભારત સહિત અન્યત્ર ઘણા કહેવાતા ડાબેરી રાજકારણીઓ માને છે કે, ન્યૂયોર્ક મેયરની ચૂંટણીમાં મમદાનીની જીતમાંથી મોટા પાઠ શીખવાની જરૂર છે. તેમાંના મોટા ભાગના લોકો માને છે કે, જો લોકોને સાહસિક, પ્રગતિશીલ ઉકેલો અને બધા લોકો માટે આશાનો સમાવેશી સંદેશ આપવામાં આવે તો તેઓ સામાન્ય રીતે પરિવર્તનની તક સ્વીકારી લે છે. જેમ બરાક ઓબામાએ કહ્યું હતું, ‘’ભવિષ્ય થોડું ઉજ્જવળ દેખાય છે.
‘’યુએસમાં મમદાનીની રાજનીતિને કેટલાક લોકો ગયા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ ડેમોક્રેટ્સ માટે એક નવો માર્ગ બનાવનાર તરીકે જુએ છે. વિવિધતા, જીવનનિર્વાહના ખર્ચના મુદ્દાઓ પર તેમની અપીલ અને જે રીતે તેમણે પોતાનો પ્રચાર કર્યો તેની ચર્ચા ભારત સહિત વિશ્વભરમાં થઈ રહી છે. એક મોટો પ્રશ્ન એ પણ છે કે શું મમદાની તેમનાં વચનો પૂરાં કરી શકશે? તેમણે આવાસ, પરિવહન અને બાળ સંભાળ અંગે નોંધપાત્ર પ્રતિબદ્ધતાઓ વ્યક્ત કરી હતી અને હવે પ્રશ્ન એ છે કે શું તેઓ તે પૂર્ણ કરી શકશે.
મમદાની પદ ગ્રહણ કર્યા બાદ ન્યૂયોર્કવાસીઓ કેટલી ધીરજ રાખશે? તેમનો કાર્યકાળ જાન્યુઆરીમાં શરૂ થશે જ્યારે મમદાની મેનહટનના અપર ઇસ્ટ સાઇડ પર સ્થિત સત્તાવાર મેયર નિવાસસ્થાન ગ્રેસી મેન્શનમાં જશે. મમદાની થોડી શુભેચ્છા સાથે પદભાર સંભાળશે. મમદાનીએ ન્યૂયોર્કમાં રહેવા પર થતા ખર્ચ પર દુ:ખ વ્યક્ત કર્યું, જેમાં ભાડું ચૂકવવા અને બાળ સંભાળમાં લોકોને કરવા પડતા સંઘર્ષો તેમ જ ગુજરાન ચલાવવાની લડાઈનો સમાવેશ થાય છે. ઉપરાંત, તેમણે ફક્ત વચનો આપ્યાં ન હતાં. તેમણે લોકોને કહ્યું કે, તેઓ તેમના માટે કેવી રીતે ચુકવણી કરશે. તેઓ ન્યૂયોર્ક શહેરમાં કોર્પોરેટ ટેક્સ દર વધારીને અને ન્યૂયોર્કના સૌથી ધનિક લોકો પર 2% કર લાદીને તેમના પોષણક્ષમતા એજન્ડાને પૂરું કરવાની યોજના બનાવી રહ્યા છે.
જોકે, એ માટે તેમણે ન્યૂયોર્ક રાજ્ય વિધાનસભા સાથે કામ કરવું પડશે. તેમણે ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલ પાસેથી મદદ લેવી પડશે, જે નવા આવકવેરોનો વિરોધ કરે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઉપસ્થિતિ પણ રહેશે. અગાઉ, ટ્રમ્પ, જે ખુદ ન્યૂયોર્કના ભૂતપૂર્વ રહેવાસી છે, તેમણે શહેરને મળનાર ભંડોળ રોકવાની ધમકી આપી હતી. જોકે, જો મમદાનીને અવરોધોનો સામનો કરવો પડે તો થોડી સહાનુભૂતિ મળી શકે છે.
ભારતના વિરોધ પક્ષો તેમની જીતથી શું શીખી શકે છે? અને સ્થાનિક ચૂંટણીમાંથી કયા સામાન્યીકરણો ટાળવા જોઈએ? ન્યૂયોર્ક અમેરિકા નથી અને અમેરિકા ભારત નથી. પ્રથમ, મમદાનીથી વિપરીત, જેનું વલણ સ્પષ્ટ રૂપે સમાજવાદી-લોકશાહી છે, ભારતીય રાજકીય નેતાઓ ફક્ત ચોક્કસ સામાજિક જૂથોને સમર્થન આપી શકતા નથી. ભારતમાં હંમેશાં વિરોધાભાસી હિતો ધરાવતા વિવિધ સામાજિક જૂથોને અપીલ કરવી જોઈએ. તેઓ ફક્ત એમ કહી શકતા નથી કે, તેઓ ભાજપ અને નરેન્દ્ર મોદીની વિરુદ્ધ છે. તેમણે એક સકારાત્મક દૃષ્ટિકોણ રજૂ કરવાની જરૂર છે. બીજું, મમદાનીએ તેમનાં ચૂંટણી વચનો લોકોને એ પૂછ્યા બાદ કર્યાં હતાં કે, તેમની જરૂરિયાતો શું છે, પછી તેમને કહ્યું કે, તેઓ શું ઇચ્છે છે.
ત્રીજું, મતદારો ચાપલૂસી કરતાં પ્રામાણિકતાને મહત્ત્વ આપે છે. ભારતના ઘણા રાજકીય પક્ષો અને નેતાઓ બોલવાથી ડરતા હોય છે, એ બીકે કે તેઓ બોલશે તો કોઈ એક અથવા બીજું જૂથ નારાજ થઈ જશે. પ્રથમ, યુએસ રાજકારણ મુખ્યત્વે વ્યક્તિત્વ દ્વારા સંચાલિત છે. ભારતીય સંદર્ભમાં મમદાનીના વિચારોનું પુનરાવર્તન થઈ શકે નહીં. ખાસ કરીને વિપક્ષ માટે, વ્યક્તિત્વ સંપ્રદાયોનો ખેલ રમવો ખૂબ ખતરનાક છે. લાંબા સમયથી, ભાજપે રાષ્ટ્રીય રાજકારણને મોદી વિરુદ્ધ રાહુલ અથવા મોદી વિરુદ્ધ મમતા, વગેરે તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. તે જાળમાં ફસાઈને, મધ્ય-ડાબેરી પક્ષમાં ઓબામા અથવા મમદાની જેવા વ્યક્તિત્વની આશા રાખવી, એક અનંત પ્રતીક્ષા છે.
તેના બદલે, સંગઠન, જોડાણ-નિર્માણ અને મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આપણે પહેલાથી જ જોઈ રહ્યા છીએ કે, કેવી રીતે મોટા ભાગના વિરોધ પક્ષો – આપ, ટીએમસી અને ડીએમકે સુધી – અહમના મુદ્દાઓ અથવા વંશીય પરિવારોના મુદ્દાઓમાં અટવાયેલા છે. મમદાનીનો એજન્ડા આર્થિક જ છે. તેમણે અમેરિકન સમાજ, રાજનીતિ અને સંસ્કૃતિ માટે એક રાષ્ટ્રીય દૃષ્ટિકોણ બનાવ્યો જે ઉદાર, લોકશાહી, સમાનતાવાદી, બહુમતીવાદી, આંતરરાષ્ટ્રીયવાદી અને માનવીય છે. અહીં, તેઓ તે ભારતીય કહેવાતા ધર્મનિરપેક્ષ પક્ષોથી અલગ છે, જે એક વિશ્વસનીય આર્થિક એજન્ડાના ભોગે સાંપ્રદાયિક સુમેળને પ્રાથમિકતા આપે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.