Vadodara

ઘરમાં રમત રમતમાં ચાકુ છાતીમાં ખુપી ગયું અને યુવક મોતને ભેટ્યો, ભેદી ઘટના

ન્યુ સમા રોડ પર રહેતા 34 વર્ષીય યુવકની છાતીમાં અચાનક ચાકુ ખુપી જતા શંકાસ્પદ મોત, રહસ્ય ઘુટાયુ

અલગ અલગ કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરતો યુવક પત્ની સાથે રહેતો હતો
પત્નીને જાણ થતા મિત્રોને બોલાવ્યાં ત્યારબાદ લોહીલુહાણ યુવકને ખાનગી હોસ્પિટલમાં લઇ જતા તબીબે મૃત જાહેર કર્યો
પ્રતિનિધિ વડોદરા તા.10
વડોદરાના ન્યુ સમા રોડ પર લેબર કોન્ટ્રાક્ટર યુવક ઘરમાં તેમની પત્ની સાથે રહેતો હતો. દરમિયાન રવિવારે રાત્રીના સમયે અચાનક આ યુવકના છાતીમાં ચાકુ ખુપી ગયુ હતુ અને ઉંડો ઘા પડી જવાના કારણે તેનું મોત નિપજ્યું હતું. ત્યારે આ મોત શંકાસ્પદ લાગી રહ્યું છે. ગર્ભવતી પત્ની ઘરમાં કોઇ કામમાં વ્યસ્ત હોય અને યુવકને અચાનક છાતીમાં ચાકુનો ઉંડો ઘા વાગવો એ થિયરી પોલીસને પણ ગળે ઉતરતી નથી. ત્યારે શંકાસ્પદ મોતને લઇને અનેક રહસ્ય ઘુટાઇ રહ્યુ છે. પોલીસે લાશનું પીએમ કરાવી અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી પત્નીની પુછપરછ શરૂ કરી છે.

વડોદરા શહેરના ન્યુ સમા રોડ વિસ્તારમાં આવેલી રાધિકા પાર્ક સોસાયટીના મકાનમાં 34 વર્ષીય યુવક દત્ત ત્રિવેદી પોતાની પત્ની સાથે સાથે રહેતો હતો. 8 નવેમ્બરના રોજ રાત્રિના લગભગ 9:45 વાગ્યાની આસપાસ યુવક અને તેની પત્ની ઘરમાં હાજર હતા. પત્ની ગર્ભવતી હોય અન્ય કોઇ કામમાં વ્યસ્ત હતી. જ્યારે યુવક એક ધારદાર ચાકુ સાથે રમત રમત રમી રહ્યો હતો. તે દરમિયાન અચાનક તો શુ ઘટના બની કે યુવકના છાતીના ભાગે આ ધારદાર ચાકુ ખુપી ગયું હતું અને ઊંડો ઘા પડી ગયો હતો. જેના કારણે યુવક લોહીલુહાણ થઇ ગયો હતો. દરમિયાન ઘટના બાબતે પત્નીને જાણ થઇ હતી. ત્યારે પત્નીએ યુવકના મિત્રોને જાણ કરી હતી. જેથી યુવકના મિત્રોએ તાત્કાલિક ઘરે દોડી આવ્યાં હતા અને યુવકને લોહીલુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ત્યારે હોસ્પિટલમાં ફરજ પરના તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જોકે ઘટનાની જાણ ફતેગંજ પોલીસને થઇ હતી ત્યારે પોલીસ તાત્કાલિક ખાનગી હોસ્પિટલ પર પહોંચી ગહઇ હતી અને યુવકનું મોત કયા કારણોથી થયું તેની સાચી હકીકત જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જેથી પોલીસ દ્વારા હાલમાં શંકાસ્પદ હોય અકસ્માતે મોતને ગુનો દાખલ કરીન આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પર્વતો પર ચઢવાનો શોખ ધરાવનાર યુવકે છ મહિના ઓનલાઇન ચાકુ ઓનલાઇન મંગાવ્યું
યુવક દત્ત ત્રિવેદી લેબર કોન્ટ્રાક્ટર હતો અને તેનો અલગ અલગ કંપનીઓમાં કોન્ટ્રાક્ટ પણ ચાલતો હતો. પરંતુ યુવકને પર્વતો પર ચઢવાનો અને બહાર ફરવા જવાનો ખુબનજ શોખ હતો. જેના કારણે આ યુવકે છ મહિના પહેલા ઓનલાઇન આ ધારદાર ચાકુ મંગાવ્યું હતું. પરંતુ અચાનક ચાકુ છાતીમાં ખુપી જવુ અને ઉંડો ઘા થવો એ થિયરી પોલીસને ગળે ઉતરતી નથી. જેથી યુવક‌ સાથે કોઇ ખરેખર આ ઘટના બની છે કે પછી કોઇ અણબનાવ બન્યો છે તે દિશામાં પોલીસે તપાસની ગતિ તેજ કરી છે.

Most Popular

To Top