( પ્રતિનિધી )વડોદરા,તા.9
રાજ્યમાં પવનની દિશા બદલાઈ છે. જેના કારણે હવે હવામાનમાં પણ બદલાવ આવ્યો છે. ભારે વરસાદથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વડોદરા શહેરના તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. રવિવારે શહેરમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 14.0 ડીગ્રી નોંધાયું હતું.
વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે.ગતરોજ 15 ડીગ્રી બાદ બીજા દિવસે એક ડિગ્રીના ઘટાડા સાથે 14.0 ડીગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન ઝડપ પર પલટા લઈ રહ્યું છે. ઉત્તર ભારતમાં રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે. તો દક્ષિણ ભારતમાં પણ વરસાદની સંભાવના જોવા મળી રહી છે. જમ્મુ કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં નીચું નોંધાયું છે. હવામાન વિભાગ અનુસાર કાશ્મીરના ઉપર તરફના ભાગોમાં હિમપાતના કારણે ઘાટીઓમાં તાપમાનમાં ઘટાડો થયો છે. ત્યારે ઘણા વિસ્તારોમાં ન્યુનત્તમ તાપમાન શૂન્યથી નીચે નોંધાયું છે હિમવર્ષા ના કારણે ઉત્તર ભારતમાં ઠંડી પડવાની શરૂ થઈ ગઈ છે. ત્યારે, ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી શુષ્ક વાતાવરણ છવાયેલું છે. ગુજરાતમાં પવનની દિશા બદલાઈ છે. જેના કારણે હવામાનમાં પણ બદલાવ આવ્યો છે. ગુજરાતમાં ભારે વરસાદથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન ઓછું થયું છે. જ્યાં વડોદરામાં સૌથી ઓછું 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહત્તમ તાપમાન 30.6 ડીગ્રી નોંધાયું હતું. ધીમે ધીમે હવે ઠંડીનો ચમકારો વર્તાવા લાગ્યો છે. નગરજનોએ ઠંડીથી રાહત મેળવવા માટે તૈયારીઓ કરી લીધી છે. વહેલી સવારે અને સાંજે હવે લોકોએ ગરમ કપડાં પહેરીને જ બહાર નીકળવાની ફરજ પડી રહી છે.