પ્લાસ્ટિકના એરબબલ રોલની આડમાં દારૂ ભરી આવતા કન્ટેનરને લીલોર ગામ પાસેથી ગ્રામ્ય એલસીબીએ ઝડપી પાડ્યુ
દારૂ-બિયરનો જથ્થો, કન્ટેનર અને પ્લાસ્ટિકના રોલ મળી રૂ. 68.44 લાખનો મુદ્દામાલ કબજે,
પ્રતિનિધિ વડોદરા તા.9
મધ્યપ્રદેશથી પ્લાસ્ટિકના એરબબલ રોલની આડમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરીને આવી રહેલા કન્ટેનરને એલસીબીની પોલીસે હાલોલ વડોદરા રોડ પરથી ઝડપી પાડ્યું હતું, કન્ટેનરમાંથી રૂપિયા 58 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ અને બિયરના જથ્થો, કન્ટેનર, પ્લાસ્ટિકના રોલ સહિતના રૂપિયા 68.44 લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરી મોકલનાર તથા મંગવારને વોન્ટેડ જાહેર કરાયા છે. એલસીબીએ આરોપી સહિતનો મુદ્દામાલ જરોદપોલીસને સુપ્રત કરાયો છે.
ગ્રામ્ય એલસીબી પોલીસ દ્વારા નેશનલ હાઇવે પરથી થતી વિદેશી દારૂની હેરાફેરી પર સતત વોચ રાખીને સપાટો બોલાવી રહી છે. દરમિયાન એલસીબી પીઆઇ કે આર સિસોદીયની સુચની મુજબ સ્ટાફ 8 નવેમ્બરના રોજ જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે એમપી પાસિંગના કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો અને હાલમાં આ કન્ટેનર આસોજ થઇને વડોદરા તરફ આવી રહ્યું છે. જેથી એલસીબીની ટીમે હાલોલથી વડોદરા જવાના ટ્રેક પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનું કન્ટેનર આવતા લીલીરા ગામના કટ પાસેથી એલસીબીની ટીમ દ્વારા તેને સાઇડમાં ઉભુ રખાવી ચાલકને નીચે ઉતાર્યાં બાદ પાછળની સાઇડમાં તપાસ કરી હતી. ત્યારે પ્લાસ્ટિકના એરબબલ સીટના રોલની પાછળ વિદેશી દારૂની પેટીઓ સંતાડી રાખેલી હોવાનું માલુમ પડ્યું હતું. જેથી ચાલક નંદરામ નાકકીયા ભુરિયા (રહે.ભીચોલી મર્દાના દેવાસ રોડ ઇન્દોર મધ્યપ્રદેશ)ની ઝડપી પાડ્યો હતો અને દારૂનો જથ્થો રૂપિયા 58 લાખ, કન્ટેનર, રૂપિયા 10 લાખ, મોબાઇલ 15 હજાર ,પ્લાસ્કિટના એર બબલ રોડ રૂપિયા 30 હજાર મળી 68.44 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. એલીસીબીની ટીમ દ્વારા આ વિદેશી દારૂ અને બિયરના જથ્થા સહિતના મુદ્દામાલ અને દારૂ ભરેલા કન્ટેરના ચાલકને આગળની કાર્યવાહી માટે જરોદ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યો છે. જેથી જરોદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરાઇ છે. જ્યાર દારૂનો જથ્થો મોકલનાર તથા મંગવારના આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે.
- સપ્લાયર રસ્તામાં સતત કોલ કરીને ક્યાં જવાનું છે તેની વિગતો આપતો હતો
એલસીબીની પોલીસની ટીમ દ્વારા ઝડપાયેલા આરોપીની દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કયા સ્થળ પર કોને દારૂની ડિલિવરી આપવા માટે જઇ રહ્યો હતો તેની પુછપરછ કરી હતી. ત્યારે ચાલકે વિદેશી દારૂ ભરેલું કન્ટેનર વોટ્સએપ કોલ કરીને પીથમપુર ખાતે હાઇવે પરથી આપ્યું હતું. ઉપરાં પ્લાસ્ટિકના રોલનું બિલ સુરતનું છે રસ્તામાં કોલ કરતો રહીશ તે મુજબ સુરત તરફ જવાનું છે તેમ આ ચાલકે જણાવ્યું હતુ.