Singvad

વંદે માતરમ્ ગીતના 150 વર્ષ પૂર્ણ થતા સિંગવડમાં રાષ્ટ્રગીતનુ સામુહિક ગાન કરી ઉજવણી કરવામાં આવી.

વંદે માતરમ્ ગીતના 150 વર્ષ પૂર્ણ થતા સિંગવડ પોલીસ સ્ટેશન તથા ફોરેસ્ટ ઓફિસ ખાતે રાષ્ટ્રગીતનુ સામુહિક ગાન કરી ઉજવણી કરવામાં આવી.

ભારતના રાષ્ટ્રગીત “વંદે માતરમ”ના નિર્માણને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આજે શુક્રવાર તા.07 નવેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાષ્ટ્રગીત “વંદે માતરમ 150” વર્ષ ની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી રહી છે અને 7 નવેમ્બરના રોજ સરકારી કચેરીઓનો સમય પણ બદલાયો છે જેને લઈને
ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં આજે તા.7 નવેમ્બર, 2025ના રોજ રાજ્યની તમામ સરકારી કચેરીઓ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો સમય સવારના 9:30થી સાંજે 05:10 સુધીનો રહેશે.જેને લઈને આજરોજ રણધીપુર પોલીસ સ્ટેશન ફોરેસ્ટ ઓફિસ સિંગવડ નર્સિંગ કોલેજ સિંગવડ તેમજ અન્ય સંસ્થાઓમાં શુક્રવારે સવારે 9:30 કલાકે તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને ‘વંદે માતરમ’ રાષ્ટ્રગીતનું સામૂહિક ગાન કરવામાં આવ્યું હતુ અને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાની શપથ લેવામાં આવી હતી જેમાં હું ભારત માતાની સેવા અને સન્માન માટે આ સંકલ્પ લવ છું કે મારા રોજિંદા જીવનમાં વધુમાં વધુ ભારતીય વસ્તુઓને ઉપયોગ કરીશ અને આયાતી વસ્તુઓને બદલે વૈકલ્પિક એવી સ્વદેશી વસ્તુઓને જ અપનાવીસ તેવા સપથ લેવામાં આવ્યા હતા જ્યારે આ પ્રસંગે અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Most Popular

To Top