Vadodara

વડોદરા : દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી ગેરકાયદે પશુની હેરાફેરી ઝડપાઈ, 35 પશુઓને બચાવી પાંજરાપોળ મોકલાયા


વડોદરા તા.7

બોરસદથી બે આઇસરમાં 35 જેટલા પશુઓ ભરીને ગેરકાયદે હેરાફેરી કરી કરજણના વલણ ખાતે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપરથી લઈ જવાતા હતા. ત્યારે પ્રાણી ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા આ પશુઓ કતલખાને લઈ જતા બે આઇસરને સમીયાલા પાસેથી ઝડપી પાડ્યા હતા. પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરોએ કતલખાને લઈ જતા પશુઓને બચાવીને સયાજીપુરા પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા છે. તાલુકા પોલીસે ટ્રક આઇસરના બે ચાલક અને ક્લિનર મળી ત્રણ લોકોની ધરપકડ કરી પશુઓની ખરીદી અને વેચાણ કરનાર બે લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વાસદથી સુરત તરફના હાઈવે ઉપરથી બે બંધ બોડીના આઇસરમાં ગેરકાયદે પશુઓ ખીચોખીચ ભરી કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા. જેથી પ્રાણીન ફાઉડેશનના સભ્યોએ આ બંને ગાડીઓનો વાસદથી પીછો કર્યો હતો. ત્યારે બંને ગાડીના ચાલકે પુરઝડપે દોડાવી ભગવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પાદરા સમીયાલા ઉતરવાના કટ પાસે બે બંધ બોડીનો આઈસર ટેમ્પોને પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરોએ ઝડપી પાડ્યા હતા. ત્યારે બંને ગાડીમાં તપાસ કરી હતી. ત્યારે તેમા ખીચોખીચ 35 જેટલા પશુઓ દોરડા વડે ખીચોખીચ બાંધેલા જોવાનું જોવા મળ્યું હતું. જેથી પ્રાણી ફાઉન્ડેશનના કાર્યકારી દ્વારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કર્મચારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. જેમાં ટેમ્પો ચાલક મહંમદ તોસીફ ગુલામભાઈ વ્હોરા (રહે-વલણ, પંજાભનગર, પાણીની ટાંકી પાસે તા.કરજણ જી.વડોદરા મુળ રહે-આણંદ), અન્ય ચાલક એઝાજ સલીમ જાકા (રહે-બાબર કોલોની, બાબરી મસ્જદ પાસે, તા.કરજણ જી.વડોદરા ક્લીનર તથા રફીક ઈસ્માઈલ મળેક (રહે-આંતી ગામ, ખદીરવાળું ફળીયું, તા.પાદરા જી.વડોદરા) ઝડપાઈ ગયા હતા. જેથી તેમની ખીચોખીચ પશુઓ ભરી ક્યાંથી ભરી કયાં થઈ જતા હતા તે બાબતે પુછપરછ કરતા બોરસદ ગામમાં રહેતા સાજીદ આઝીના તબેલાથી પશુઓ ભરી કરજણના વલણ ખાતે રહેતા મીન્હાઝ યાકુબ દરવેસના તબેલા પર લઈ જવાના છે તેમ જણાવ્યુ હતું. જેથી તાલુકા પોલીસે 35 પશુઓ અને બે આઇસર મળી રૂપિયા 17 લાખનો મુદામાલ કબ્જે કરી પશુ ભરી આપના તથા પશુ મંગાવનાર વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top