હાલોલ:; હાલોલના એક ગામમાં 181 અભયમની ટીમે કાઉન્સેલિંગ દ્વારા 9 વર્ષનું લગ્નજીવન તૂટતાં બચાવ્યું હતું.
હાલોલના એક ગામમાંથી પીડિતાએ હાલોલ 181મા કોલ કરીને જણાવ્યુ કે તેમના પતીને અન્ય સ્ત્રી સાથે સબંધ છે માટે તેને કાઉન્સેલિંગની જરૂર છે. જેથી હાલોલ 181ની ટીમે ઘટના સ્થળે પહોંચી પીડિતાનું કાઉન્સેલિંગ કર્યું. ત્યારે જાણવા મળ્યું કે પીડિતા ના લગ્નને 9 વર્ષ થયા છે. લગ્ન જીવન દરમિયાન બે બાળકો પણ છે. તેમના પતિ નોકરી કરે છે. ત્યાં સહકર્મચારી સાથે તેમના સબંધ છે. તેની જાણ પીડિતાને થતા બંન્ને વચ્ચે ઝઘડો થતા પીડિતાએ હાલોલ 181નો સંપર્ક કર્યો હતો. જેથી 181 ની ટીમે તેમના પતિને સમજાવી તેમને કાયદાકીય માહિતી આપી હતી અને તેમનું કાઉન્સેલિંગ કર્યું હતું. ત્યારે તેમને તેમની ભૂલ સમજાઈ અને તેમના દ્વારા તેમની પત્નિ ની માફી માંગવામાં આવી હતી અને બીજી વાર આવી ભૂલ ન કરવાની પરિવાર અને હાલોલ 181 ટિમ સમક્ષ બાહેંધરી આપતાં પીડિતાને આગળ કાર્યવાહી કરવી ન હોવાથી સમાધાન કરવામાં આવ્યું હતુ. જ્યારે પીડિતાનું ઘર તૂટતું બચાવવાં બદલ પીડિતા અને તેમના પરિવાર દ્વારા હાલોલ 181 ટિમ નો આભાર માનવામા આવ્યો હતો.