આંગણવાડી આશાવર્કર અને વિવિધ વિભાગના કામદારો વિરોધ નોંધાવશે
સમગ્ર રાજ્ય સહિત વડોદરા જિલ્લામાંથી 4 હજારથી વધુ સ્ત્રી પુરુષ કામદારો રેલીમાં જોડાશે
( પ્રતિનિધિ )વડોદરા,તા.5
આગામી 10 નવેમ્બરે અમદાવાદમાં રિવર ફ્રન્ટ ખાતે વિવિધ વિભાગના કામદારો વિરોધ પ્રદર્શન કરશે. સરકારની મજદૂર વિરોધી નીતિના વિરોધમાં ભારતીય મજદૂર સંઘ ગુજરાત દ્વારા આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પગાર આઠ કલાકની જગ્યા પર 12 કલાકની કામગીરી સહિતના પ્રશ્નો રેલવે આંગણવાડી આશા વર્કર વિવિધ ઉદ્યોગ જગતમાં કામ કરતા શ્રમિકો સહિતના વિભાગોમાંથી કામદારો આક્રોશ રેલીમાં જોડાશે.
ગુજરાત પ્રદેશના ભારતીય મજદૂર સંઘના પૂર્વ મહામંત્રી અરવિંદ સિંહ પરમારે જણાવ્યું હતું કે, અમદાવાદ રીવર ફ્રન્ટ ખાતે 10 નવેમ્બર ના રોજ મોટામાં મોટી સરકાર સામે આક્રોશ રેલી રાખી છે. જેમાં દરેક યુનિયનમાંથી વડોદરા જિલ્લાના ઉદ્યોગોમાંથી મોટી સંખ્યામાં કામદારો હાજર રહેશે. આંગણવાડી, આશા વર્કર, ઉદ્યોગોના બાંધકામ સહિતના દરેક ક્ષેત્રોમાંથી મળીને રેલવે સહિતના વિભાગોમાંથી આશરે 3500 થી 4000 જેટલા કર્મચારીઓ આ રેલીમાં ભાગ લેવા માટે જવાના છે. એમાં મુખ્ય પ્રશ્નોમાં આંગણવાડીના કે પગાર વધારો કોર્ટે હુકમ કર્યા પછી પણ હજી સુધી ચુકવણું થયું નથી તે ચૂકવવામાં આવે, પોષણ ટ્રેકરનું જે ચાલુ કર્યું છે. એમાં ફાઈવજી ના કાર્ડ આપવામાં આવ્યા છે સીમકાર્ડ, પણ મોબાઈલ આપવામાં આવ્યા નથી, તો અમે એનો પણ વિરોધ કર્યો છે. બીજા ઘણા બધા પ્રશ્નો છે. આશા બહેનોના પણ ઘણા બધા પ્રશ્નો છે. કામદારો માટેનો ઉદ્યોગો માટેનો એવો મુદ્દો છે કે અત્યારે હાલમાં સરકારે 8 કલાકની જગ્યા પર 12 કલાકની જાહેરાતની કરી છે, કામગીરી કરવાની તો એ 12 કલાક કામગીરી કરવા જઈશું તો જે ત્રણ શીપ ચાલે છે. એમાં 300 માણસો હોય તેને બદલે બે સીટ થઈ જશે અને બે સીટ થશે એટલે 200 માણસથી જ કામ ચાલશે, તો 100 માણસો બેકાર થશે અને કામદારોને જે ઓવર ટાઈમ મળતો હતો એ પણ બંધ થશે. એટલે અમે એનો સખત શબ્દોમાં વિરોધ કર્યો છે કે, આ કાયદામાં જોગવાઈ હોવી જોઈએ નહીં અને જે રીતે ચાલે છે એવી રીતે જ ચાલવું જોઈએ. તમારે 12 કલાક કરવા હોય તો જે નવા ઉદ્યોગો આવે છે. એ લોકોની જે કંઈ મુશ્કેલીઓ છે તો એના માટે તમે કરી શકો પણ જે ચાલી રહ્યું છે એમાં કોઈ સુધારા વધારા કરવાની જરૂર નથી. આખા ગુજરાત ભરમાંથી દરેક યુનિયન માંથી આ બાબતનો વિરોધ છે. સરકારમાં પણ અમારા શ્રમિકોના બોર્ડ છે તોએનું ગઠન પણ સરકાર કરતી નથી એનો પણ વિરોધ છે કે, કોન્ટ્રાક્ટ બોર્ડ છે તો કોન્ટ્રાક્ટ બોર્ડમાં જો અમારા પ્રશ્નો હોય તે અત્યારે કોઈ લેવામાં આવતા નથી અને એના લીધે કામદારો મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને શોષણનો ભોગ બનેલા છે. એટલે અમે શોષિત, પીડિત, વંચિત જે લોકો છે. એની માટેની કામગીરી કરતા હોય અને એનો પણ સખત વિરોધ કરીએ છીએ કે, વહેલામાં વહેલી તકે સરકાર બાંધકામ બોર્ડ, કોન્ટ્રાકટ બોર્ડ, લઘુત્તમ વેતન બોર્ડ, પીએફ બોર્ડ આ બધે જ બોર્ડમાં નિમણૂક કરે અને કર્મચારીઓના પ્રશ્નો માટે કર્મચારીઓના પ્રતિનિધિઓની નિયુક્તિ થાય એવો પણ અમારો પ્રયાસ છે.