Vadodara

વડોદરામાં મતદારયાદી સુધારણાનો ધમધમાટ: BLOs દ્વારા ઘરે-ઘરે ફોર્મ વિતરણ

મૃત્યુ, ડુપ્લિકેટ અને સ્થળાંતરિત મતદારો દૂર થશે; વૃદ્ધ-દિવ્યાંગો માટે વિશેષ સહાયતા

વડોદરા ભારત ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત, વડોદરા જિલ્લામાં આજે બીજા દિવસે સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ, જિલ્લાના તમામ બૂથ લેવલ ઓફિસરો (BLOs) દ્વારા ઘરે-ઘરે જઈને ફોર્મ વિતરણ અને મતદારોની ગણતરી (એન્યુમેરેશન)ની કામગીરી કરવામાં આવી હતી.
કાર્યક્રમના બીજા દિવસે BLOs દ્વારા મતદારયાદીના આધારે દરેક મતદારના ઘરે એન્યુમેરેશન ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય મતદારયાદીને સંપૂર્ણપણે ભૂલરહિત અને અદ્યતન બનાવવાનો છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર, વડોદરાની યાદીમાં જણાવ્યા અનુસાર, જો કોઈ મતદાર પોતાના ઘરે હાજર ન હોય તો BLO દ્વારા દરેક મતદારના ઘરે ઓછામાં ઓછી ત્રણ વખત મુલાકાત લેવામાં આવશે, જેથી એક પણ લાયક મતદાર ઉમેરાયા વિના રહી ન જાય.
જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમની સફળતા માટે જાહેર જનતાનો સહકાર પણ એટલો જ જરૂરી છે, જેથી વડોદરા જિલ્લાની મતદારયાદી રાજ્યમાં આદર્શરૂપ બની શકે.

સુધારણા કાર્યક્રમનો લક્ષ્ય:

મૃત્યુ પામેલા, કાયમી ધોરણે સ્થળાંતરિત થયેલા અને ડુપ્લિકેટ મતદારોના નામ મતદારયાદીમાંથી દૂર કરવામાં આવશે. ​નવા લાયક મતદારો (ખાસ કરીને 18 વર્ષ પૂર્ણ કરનાર)ના નામ ઉમેરવામાં આવશે.
​*વૃદ્ધો, બિમાર, દિવ્યાંગ (PwD), અને નબળા વર્ગોના લોકોને ફોર્મ ભરવાની અને ચકાસણીની પ્રક્રિયામાં કોઈ તકલીફ ન પડે તેની ખાતરી કરવામાં આવશે.

Most Popular

To Top