અરજદારો કામ અર્થે કોર્ટમાં ગયા અને કોઈ ઘટ્યો રિક્ષામાંથી બેટરી કાઢી ગયો
વડોદરા તારીખ 4
વડોદરા શહેરના દિવાળીપુરા ખાતે આવેલી ન્યાય મંદિરના પટાંગણમાં પાર્ક કરેલી એકસાથે બે રીક્ષાની બેટરી એકસાથે ચોરી થતા કોર્ટની સિક્યુરિટી સામે સવાલ ઊભા થયા છે.
ચોરી બાબતે ચાલકો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી ન્યાય મંદિર સંકુલમાં મોટી સંખ્યામાં લોકોની અવર જવર રહેતી હોય છે. આ કોર્ટ આ સંકુલમાં ચોરીની ઘટના સામે આવી છે. જેમાં એવી વિગત છે કે બોરસદથી કોર્ટની તારીખ ભરવા માટે આવ્યા હતા અને ન્યાયમંદિર સંકુલમાં આવેલા લાલજીભાઈ શનાભાઈ ઠાકોરે પોતાની રીક્ષા કોર્ટ સંકુલમાં જ પાર્ક કરી હતી અને તેઓ તારીખમા હાજરી આપવા માટે કોર્ટમાં ગયા હતા. કોર્ટની કામગીરી પૂર્ણ થયા બાદ તેઓ પરત રીક્ષા પાસે આવ્યા હતા ત્યારે તેઓની રીક્ષાની બેટરી સીટ નીચેથી કાઢીને કોઈ ચોર વ્યક્તિ લઇ ગયો હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારે વધુ એક એક રીક્ષા ચાલક ભાઈને લઈને કોર્ટની તારીખ ભરવા માટે આવ્યા હતા. રીક્ષા ચાલકની બેટરી પણ તેજ રીતે ચોરી થઇ ગઈ હતી. કોર્ટ સંકુલમાં વાહનો પાર્ક કરી જતા અરજદારોના વાહનો સુરક્ષિત રહ્યા નથી. જયારે સિક્યુરીટીના અભાવે તસ્કરો માટે કોર્ટ સંકુલ ફેવરિટ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. ચોરીની બંને ઘટના બાદ રીક્ષા ચાલકોએ પોલીસે ફરિયાદ નોંધાવી છે.