શિનોર: . શિનોર તાલુકાના અંબાલી ગામે પાસે નર્મદા નદી કિનારે સુપ્રસિદ્ધ શ્રી અનસૂયા માતાજીના મંદિરે માતાજીને ભક્ત દ્વારા અર્પણ કરાયેલો 5 તોલા સોનાનો હાર પોલીસના બંદોબસ્ત સાથે માતાજીને પહેરાવવામાં આવ્યો હતો.
શિનોર તાલુકાના મોટા ફોફળીયા ગામના માતાજીના ભક્ત રોમા પટેલ ધ્વારા ધનતેરસના દિવસે રૂપિયા 5 લાખ 55 હજાર ની કિંમતનો 5 તોલા સોના નો હાર અર્પણ કરી, શિનોર મામલતદાર ને અર્પણ કર્યો હતો.જે બાદ હારને ડભોઇ ટ્રેઝરીમાં રાખવામાં આવ્યો છે,ત્યારે આજરોજ દેવ ઊઠી અગિયારસના દિવસે હારને ડભોઇ ટ્રેઝરીમાંથી પોલીસ બંદોબસ્ત સાથે શ્રી અનસૂયા માતાજીના મંદિરે લાવવામાં આવ્યો હતો.અને માતાજી ભક્ત રોમા પટેલ અને તેમના પરિવારજનો ની હાજરીમાં પૂજા અર્ચના કરી માતાજીને શણગારવામાં આવ્યો હતો.આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતાઅને માતાજીની પૂજા અર્ચના કરી, મહા પ્રસાદી નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી….