વડોદરા એરપોર્ટ પર નવો વાહન પાર્કિંગ કોન્ટ્રાક્ટ અને ટેરીફ રજૂ
કાર માટે બે કલાક પછી દર કલાકે રૂ.10 નો અને ટુ વ્હીલર્સ માટે બે કલાક પછી દર કલાકે રૂ.5 નો વધારો

( પ્રતિનિધી )વડોદરા,તા.2
એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ 2 નવેમ્બર, 2025 થી વડોદરા એરપોર્ટ પર નવી વાહન પાર્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરી છે. પાર્કિંગ કોન્ટ્રાક્ટ મેસર્સ એસ.એસ. મલ્ટિસર્વિસિસને આપવામાં આવ્યો છે.જેણે આજથી કામગીરી શરૂ કરી દીધી છે.


એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સુધારેલી વાહન પાર્કિંગ નીતિ અનુસાર, એરપોર્ટ પરિસરમાં ત્રણ પૈડાવાળા વાહનોના પ્રવેશ પર સખત પ્રતિબંધ છે. આ નીતિનો ઉદ્દેશ્ય એરપોર્ટ પર વધુ સારું ટ્રાફિક વ્યવસ્થાપન, મુસાફરોની સુવિધામાં વધારો અને કાર્યક્ષમતામાં સુધારો કરવાનો છે. પાર્કિંગ ટેરિફનું સમયપત્રક મુજબ વડોદરા એરપોર્ટ પર ફોર વ્હીલર્સ માટે બે કલાક પછી, દર કલાકે રૂ.10 નો વધારો થશે. ટુ વ્હીલર્સ માટે બે કલાક પછી, દર કલાકે રૂ.5 નો વધારો થશે. 7 કલાકથી વધુ અને 24 કલાક સુધી પાર્કિંગનો દર 30-મિનિટના દરના 300% હશે. મુસાફરો અને મુલાકાતીઓને તેઓ પાર્કિંગ માર્ગદર્શિકાનું પાલન કરે અને એરપોર્ટ પરિસરમાં વાહનોની સરળ અવરજવર માટે એરપોર્ટ અધિકારીઓને સહકાર આપવા જણાવવામાં આવ્યું છે.
0-30 થી 30-120 મિનિટ માટે કોને કેટલો ચાર્જ :
1.કોચ – બસ – ટ્રક (પિક અને ડ્રોપ બંને માટે) 170 / 250
2.ટેમ્પો / SUV / મીની બસ (07 થી વધુ બેઠકો માટે) 60 / 80
3.કોમર્શિયલ કાર 43 / 98
4.ખાનગી કાર / SUV (07 બેઠકો સુધી) 30 / 40
5 ટુ વ્હીલર 10 / 15