શોષણ અને ભ્રષ્ટાચારની નીતિના વિરુદ્ધમાં સરકાર સામે બાંયો ચઢાવી
પૂરતું વળતર આપવા સહિત ખોટી તપાસના નામે થતા ઉઘરાણા બંધ કરવા માંગ


( પ્રતિનિધી )વડોદરા,તા.29
વડોદરા શહેરમાં સસ્તા અનાજની દુકાનના પરવાને દારૂએ યોગ્ય વળતર સહિતના પડતર પ્રશ્ને આગામી એક નવેમ્બરથી હડતાલ પર ઉતરવા માટે એલાન આપ્યું છે. જૂની જિલ્લા કલેકટર કચેરી ખાતે એકત્ર થયેલા સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ શોષણ અને ભ્રષ્ટાચારની નીતિના વિરુદ્ધમાં સરકાર સામે બાંયો ચઢાવી આકરા શબ્દોના પ્રહારો કર્યા હતા.
પૂરતું વળતર આપવા ,ખોટી તપાસના નામે થતા ઉઘરાણા બંધ કરવાની માંગ સાથે વડોદરા શહેરમાં સસ્તા અનાજની દુકાનના પરવાને દારૂએ હડતાલ પર ઉતરવા નિર્ણય કર્યો છે. પરવાનેદારોએ જણાવ્યું હતું કે, સરકાર અમને પૂરતું વળતર નથી આપતી અમે જે મહેનત કરીએ છીએ. જે મળતર મળવું જોઈએ, એ રાત દિવસ અમે 50 કિલોની ગુણ લઈને લોકોને તોલી તોલીને અનાજ આપતા હોય અને અમને રૂ. 200 રોજના ના મળતા હોય તો એવી સ્થિતિમાં કામ કેવી રીતે કરવું. આજે પગારદાર હોવ કે મંત્રીમંડળને ખબર છે કે કેટલો ખર્ચ થતો હોય અને તમે દુકાનદારોનું શોષણ કરતા હોય એ કેવી રીતે ચાલશે ? આ શોષણની નીતિ અને ભ્રષ્ટાચારની નીતિના વિરુદ્ધ અમારું આંદોલન છે અને અમે લડવાના છે. જ્યાં સુધી અમને 50,000 રૂપિયા સુધીનું કમિશન નહીં મળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. અમારું કમિશન પાંચથી દસ હજાર રૂપિયા હાલમાં થાય છે. સરકારે મિનિમમ કમિશન અમને 20,000 આપવાનું કહ્યું હતું. પરંતુ 97 લોકો અમારી દુકાન પરથી અનાજ લેતા હોય. જેમાં 100 જણ લઈ જનારા હોય તો 97 લોકો આવે તો જ અમને બાકીનું 20,000 કમિશન કરી આપે, બાકી પાંચ થી દસ હજાર રૂપિયામાં આજે દુકાનો ચલાવી પડી છે. જ્યારે કેટલાક એવા પણ છે કે સો ટકા ગ્રાહકો અનાજ લઈ જાય છે, છતાં પણ પૂરેપૂરું વળતર મળતું નથી. એટલે આ એક ગંભીર બાબત છે અને ચિંતા કરાવનારો વિષય છે. જો વિભાગને સમજ પડતી હોય તો આ ચિંતા નો વિષય અને વિભાગ અમારી ઉપર ચિંતા કરે સરકાર પાસે અમને 50,000 કમિશન જોઈએ, વળતર જોઈએ, અમારી સાથે જે તપાસની બાબતો છે. દર મહિને કોઈને કોઈ અધિકારી આવીને ખાલી ખાલી તપાસના બહાને કોઈ ફરિયાદ ન હોય કાર્ડ ધારકો કોઈ પ્રકારની ફરિયાદ નથી કરતા તેમ છતાં પણ તપાસણીના નામે ઉઘરાણીઓના જે વિષય ચાલે છે એ વિષયો બંધ થવા જોઈએ. દર મહિને કોઈને કોઈ દુકાન ઉપર તપાસ કરે અને એ દરમિયાન આપણને ખબર છે કે શું સ્થિતિ હોય છે. એ દુકાનદાર બિચારો ગરીબ થઈ અને જે વ્યવહાર કરે છે એ અમારા ધ્યાનમાં છે. આ તપાસો બંધ થવી જોઈએ. કોઈ કાર્ડ ધારક દુકાનદાર તરફે ફરિયાદ કરતો હોય તો એની તપાસ થાય એના માટે અમે તૈયાર છીએ, પણ ખાલી ખાલી માત્ર સવારે ઊઠીને ચાલો દુકાને આવો એટલે એ તપાસો અમારી બંધ થવી જોઈએ.