Kalol

અલાલીથી વાંટા તરફ જવા પ્લાસ્ટિકના બેરલની નાવડીનો સહારો લઈ જીવના જોખમે નદી પાર કરતા ગ્રામજનો

કાલોલ ::
પંચમહાલના કાલોલ તાલુકાના અલાલી ગામથી વાંટા તરફ જવા માટે બંને ગામના લોકોને ગોમા નદી પાર કરવા માટે પ્લાસ્ટિકના બેરલથી બનાવેલી અનોખી નાવડીનો સહારો લેવો પડે છે.

અલાલી ગામના લોકોના ખેતર વાંટા ગામની સિમમાં આવેલા છે. જે ખેડૂતોને પણ ખેતર જવા માટે રોજ આ નાવડીનો ઉપયોગ કરવો પડે છે.વાંટા ગામ ના લોકો ને પણ અલાલી ગામ માં કોઈ પ્રસંગમાં જવા માટે જીવના જોખમે આજ નાવડી નો સહારો લેવો પડે છે. જો આ નાવડીનો સહારો ના હોય તો સુરેલી નજીક ગોમા નદી પર આવેલા પુલ ઉપર થઈ ને 10 કિમી દૂર સુધી જવા મજબૂર થવું પડે છે.

ત અલાલી ગામ અને વાંટા ગામના લોકોની એક જ માંગ છે કે અલાલી અને વાંટા ગામની વચ્ચે ગોમા નદી પર કોઝવે બનાવી દેવામાં આવે.

Most Popular

To Top