
અભિવાદન સમારોહમાં ભાજપના કાર્યકર્તાઓ અને ડીસીબી પીઆઇ તુવર વચ્ચે ચકમક સર્જાઈ હતી. વાત જાણે એમ હતી કે, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેજ પર પહોંચ્યા બાદ કેટલાક ભાજપના કાર્યકર્તા ઊભા થઈ તેમનો જુસ્સો વધારવાનો પ્રયત્ન કરી રહ્યા હતા દરમિયાન કેટલાક પોલીસકર્મીઓ તેમને બેસાડી રહ્યા હતા. જે બાદ પીઆઇ તુવર પણ ત્યાં હાજર હતા. આ દરમિયાન એક કાર્યકર્તાએ કહ્યું, આ કાર્યક્રમ આમારો છે તમે દર વખતે અમારા કાર્યક્રમમાં આવું વર્તન કરો છો. બીજી તરફ પીઆઈ તુવરે કહ્યું, અમે સલામતીના ભાગરૂપે અમારું કામ કરી રહ્યા છીએ. આમ થોડી ક્ષણો માટે ભાજપના સિનિયર કાર્યકર્તાઓ અને પીઆઇ વચ્ચે ચકમક સર્જાઈ હતી.