છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 11 ગુનામાં ઝડપાયેલા 2.50 કરોડનો વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવીને વિધિ સર નાશ કરવામાં આવ્યો હતો. સરકારી અને પોલીસના અધિકારીઓની હાજરીમાં કોયલી ખાતે દારૂ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.

વડોદરા શહેરના છાણી પોલીસ સ્ટેશન વિસ્તાર છેલ્લા કેટલાક સમયથી દારૂ બાબતે વિવાદમાં આવ્યું છે. દશરથ પાસે આવેલા ગોડાઉન માંથી એસએમસીએ રેડ કરીને અઢી કરોડ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં પીઆઈ ગઢવીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ પણ તાજેતરમાં જ ટેન્કરમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આમ વિવિધ 11 ગુનાઓમાં પોલીસે કુલ 2.50 કરોડનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. ત્યારે આજે પોલીસ દ્વારા કોર્ટમાંથી કાયદેસરની પરમિશન લઈને કોયલી ગામની સીમમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ અન્ય વહીવટી અધિકારીઓની હાજરીમાં વિદેશી દારૂની બોટલ ઉપર બુલડોઝર ફેરવીને વિધિ સર નાશ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે દારૂનો જથ્થો મોટી માત્રામાં હોય બે જેટલા બુલડોઝર દારૂનો નાશ કરવા માટે કામે લાગ્યા હતા.