ભારત હોય કે પછી દુનિયાનો કોઈપણ દેશ હોય સ્ત્રીઓની આર્થિક આઝાદી પુરૂષોની સરખામણીમાં ઘણી ઓછી અને ક્યાંક તો બિલકુલ નથી. તેમાં પણ કાયકાઓથી કંગાળ બનેલું બિહાર જેવું રાજ્ય. વિધાનભાની ચૂંટણીઓ આવતા મહિને યોજાવાની છે અને સ્ત્રીઓને એમના એક એક મતની કિંમત અને મહત્ત્વ સમજાઈ રહ્યાં છે. આખરે કુલ મતદાતાઓનો પચાસ ટકા હિસ્સો. છેલ્લી અમુક વિધાનસભા ચૂંટણીઓથી સ્ત્રીઓને ખૂશ રાખવાના સ્પષ્ટ ઉપાયો યોજાઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં ‘લાડકી બહિન’ યોજનાએ એનડીએની યુતિને સત્તા સોંપીને ન્યાલ કરી દીધી. એ તર્જ પર બિહારમાં બહેનો માટે ધનવર્ષા થઈ રહી છે. બહેનો માટેની અનેક કલ્યાણકારી યોજનાઓ નિતિશ કુમાર અને સાથીઓએ લોન્ચ કરી છે, જે સરાહનીય છે.
ગઈ ત્રીજી ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ ૧૨૫ લાખ બહેનોનાં ખાતામાં ખાતા દીઠ દસ દસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા. મહિલાઓને એક અલગ વોટ બેન્ક તરીકે જોવાઈ રહી છે. તેના અમુક ગેરફાયદા છે તેની સામે ખૂબ મોટા ફાયદાઓ પણ છે. ગામડાની લગભગ તમામ અને શહેરોની મોટાભાગની બહેનોના હાથમાં આજે પણ જરૂરી ખર્ચ માટે પૂરતા પૈસા હોતા નથી. નાણાં ભીડ અને અગવડતાઓ કાયમી હોય છે. થોડી-ઘણી મદદ તેઓને માટે ચિંતા કરનારી અને આશિર્વાદરૂપ બને છે.
વળી આ યોજનાનો લાભ એ બહેનોને મળે છે, જે વધુ નાણાભીડ ભોગવતી હોય છે. છતાં અમુક વામપંથી અને વામપંથણો દૂધમાંથી પૂરાં કાઢતાં રહે છે. મોટા ભાગના લોકોનો અને આર્થિક વિદ્વાનોનો અભિપ્રાય છે કે શાસક પક્ષોમાં સ્ત્રીઓ માટેની આ સદ્દભાવના ફેલાઈ છે તે બહેનોની જરૂરિયાતો અને ચિંતાઓ પ્રત્યેનો એક પોઝિટિવ અભિગમ છે. તેની સામે અમૂકનું કહેવું છે કે બહેનોને ‘લાભાર્થી’નું લેબલ આપીને સ્ત્રીઓને પરાધીન તરીકે જોવામાં આવી રહી છે. તેઓને દેશના એક સક્રિય નાગરિક તરીકે જોવામાં આવતી નથી. તેમાં પણ ઘણી યોજનાઓ સાથે બહેન શબ્દ જોડવામાં આવ્યો છે જે પરંપરાગત અર્થ પ્રમાણે બહેનોને સમાજમાં બીજા ક્રમનો દરજ્જો આપે છે.
આ બધી શબ્દોની રમત છે. સંબંધોમાં પારંપરિક ભાવનાત્મક બંધનો પણ જોડાયેલાં હોય છે જે સામાજિક પોતને બરાબર ગૂંથેલું અને મજબૂત રાખે છે. જોકે માત્ર ચૂંટણી જીતવાનો મુખ્ય આશય હોય તો સંબંધોનો ફાયદો ઊઠાવ્યો ગણાય. નરેન્દ્રભાઈ મોદી દિલથી ઈચ્છે છે કે બહેનોનો ઉધ્ધાર થાય. અને એમનો આ ઈરાદો સત્તા હાથમાં ન હી ત્યારથી છે. વળી દરેક ધર્મ અને સમાજની બહેનોને સહાય આપવામાં આવે છે. એ જરૂરી નથી હોતું કે તમામ બહેનો એનડીએને જ મત આપશે. અને જો સરકારી સહાય વડે મત મળતા હોય તો તેને ચૂંટણીની એક કૂદરતી પ્રક્રિયા ગણવી જોઈએ.
આખરે તમામ સરકારો સમાજના ભલા માટે, ઉત્થાન માટે હોય છે. એટલી બધી સહાય ન આપો કે સમાજ એદી અને આળસુ બની જાય. તેઓને એવું જીવવ જીવવા માટે પણ મજબૂર ન કરો કે તનતોડ મહેનત કરવા છતાં સ્વમાનભેર જીવી ન શકે. સરકારો પાસે નિષ્ણાત અર્થવેત્તાઓ હોય છે અને તેઓ પાસે આ વિવેકબુધ્ધિ પણ હોય છે, પૂરતી માત્રામાં હોય છે. શબ્દોની રમતમાં આગળ જઈને પડીશું, અને યોગ્ય જણાય ત્યાં નિર્ણયો જઈને પડીશું, અને યોગ્ય જણાય ત્યાં નિર્ણયો પણ સમયને અનુરુપ લેવાશે. હાલમાં તો યોજનાના પરિણામોની ચર્ચા કરવી જોઈએ. કબીરે કહ્યું છે તેમ, ‘મોલ કરો તલવાર કા, પડા રહને દો મ્યાન.’
સ્ત્રીઓ માટે હવે ખાસ ચૂંટણી મેનિફેસ્ટો રચાતા થયા છે. સ્ત્રીઓનો અવાજ બુલંદ થયો છે, સંભળાય છે. અગાઉ જે સ્થિતિ હતી તેમાં ઘણો ફરક આવ્યો છે. બહેનોને માત્ર રોકડ સહાય જ અપાતી નથી. આ સદીના પ્રથમ દશકમાં નિતીશકુમારે શાળા કોલેજમાં જતી કન્યાઓને સાઈકલો વહેંચી હતી. આવાં પગલાંઓનો ફાયદો અનેકવિધ રીતે અને લાંબા કાળ સુધી મળતો હોય છે.
બહેનોને લક્ષમાં રાખી સરકારોએ ટોઈલેટ્સ બંધાવી આપ્યાં. દરેક સ્ત્રીઓ મફતમાં કંઈક મેળવવા માગતી હોય છે એવી ધારણા બાંધી લેવી તે જોખમકારક છે. સ્ત્રીઓ આત્મસમ્માન અને સ્વાધીનતા ઈચ્છતી હોય છે અને તે બાબતમાં સરકાર કે સરકારી એજન્સી એમની પડખે ઊભી છે એવી લાગણી પણ તેઓને આત્મવિશ્વાસ આપે છે. એ ખરૂં કે રાજકીય પક્ષોએ આ તમામ ભાવનાઓને આત્મસાત કરી ગ્રહણ કરીને યોજનાઓ ઘડવી જોઇએ. માત્ર પૈસા ફેંકવાનું કામ ન થવું જોઇએ.
તામિલનાડુની ઉરીમાઇ થોગાઇ, મધ્યપ્રદેશની લાડલી બહેના, મહારાષ્ટ્રની લાડકી બહીન વગેરે યોજનાઓ મધ્યમ વર્ગ કે તેથી ઓછી આવકના વર્ગની બહેનોને સીધી રોકડ સહાયની મદદ આપે છે. તેમાં સૌથી ઉપકારક હાલની ટેકનોલોજી નિવડી છે. ખાતાઓમાં રકમ સીધી જમા થઇ જાય છે. પરિણામે બહેનોનો આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધ્યો છે. બંગાળમાં લક્ષ્મીર ભંડાર નામથી યોજના છે. આવી અમૂક યોજનાઓ ફાયદો એ બહેનોને મળે છે. જે દસ કે બાર ધોરણ સુધી ભણેલી હોય છે. પરિણામે મા-બાપ દીકરીઓને ભણાવવામાં કાળજી લેતા થયા છે. એક એંસી, નેવું વરસની વૃધ્ધાને વિધવા પેન્શન મળતાં થયાં છે તો સંતાનો પર એ બોજ બનતા નથી અને સંતાનો પણ તેઓની કાળજી લેતા થયા છે.
નેશનલ ઇલેકશન સ્ટડીઝ અંતર્ગત જે સર્વેક્ષણો અને અભ્યાસો થયા તે મુજબ આ પ્રકારની સહાયના પરિણામ સ્વરૂપે કોઇ અલગ મતબેન્ક પેદા થઇ નથી અને નરેન્દ્ર મોદી સરકારને ચૂંટણી જીતવામાં કોઇ ખાસ મદદ આવી યોજનાઓથી મળી નથી. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની ચૂંટણીઓ સંદર્ભમાં અભ્યાસો થયા તો જાણવા મળ્યું કે એનડીએની તરફેણમાં સ્ત્રીઓએ વધુ મતદાન કર્યું હોય એવું જણાયું નથી.
સ્ત્રીઓ અને પુરૂષોએ એનડીએની તરફેણમાં એક સરખી માત્રામાં મતદાન કર્યુંહતું. દેશભરમાં ભાજપના પુરૂષ અને મહિલા મતદારોનું પ્રમાણ લગભગ એક સરખું બની ગયું છે. કોંગ્રેસના મતદારોની સંખ્યામાં લિંગભેદ જોવા મળે છે. જો કે મતદાતા સ્ત્રી હોય કે પુરૂષ મોટા ભાગે તેઓ અલગ અલગ કારણો જેવા કે જ્ઞાતિ, પક્ષ, ધર્મવગેરે સામાજિક ઓળખાણોને આધારે મતદાન કરતા હોય છે. આથી આવી યોજનાઓની ચૂંટણીઓના પરિણામો પર શી અસર પડે છે તેની સ્પષ્ટ આકલન થઇ ન શકે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.