World

ઇઝરાયલ-હમાસ યુદ્ધ સમાપ્ત: શર્મ અલ-શેખમાં શાંતિ કરાર પર હસ્તાક્ષર, આજે મુક્ત થશે ઇઝરાયલી બંધકો

બે વર્ષથી ચાલી રહેલા ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો અંત આવી ગયો છે. ઇજિપ્તના શર્મ અલ-શેખમાં બંને પક્ષોએ શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર બાદ ગાઝામાં કેદ કરાયેલા ઇઝરાયલી બંધકોને આજે મુક્ત કરવામાં આવશે.

ઇઝરાયલના લશ્કરી વડા લેફ્ટનન્ટ જનરલ ઇયાલ ઝમીરે જણાવ્યું કે “થોડા કલાકોમાં આપણે આપણા પ્રિયજનોને ફરીથી મળીશું.” ગયા અઠવાડિયે જાહેર કરાયેલા યુદ્ધવિરામ બાદ હવે આ કરારથી આખરે યુદ્ધ સમાપ્ત થયું છે. આ દરમિયાન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ યુદ્ધવિરામને સ્વાગત આપતાં જણાવ્યું “યુદ્ધ પૂરું થઈ ગયું છે.”

ટ્રમ્પે વધુમાં કહ્યું કે તેમને આશા છે કે આ યુદ્ધવિરામ લાંબો સમય ટકી રહેશે અને તેઓને ગાઝાની મુલાકાત લેવાનો “ગર્વ” થશે.

બંધકોની મુક્તિ
ઇઝરાયલી સરકારના પ્રવક્તા શોશ બેડ્રોસિયને જણાવ્યું કે 20 બચી ગયેલા બંધકોને પહેલે રેડ ક્રોસને સોંપવામાં આવશે. ત્યારબાદ તેમને લશ્કરી ઠેકાણે લઈ જઈ તેમના પરિવારો સાથે ફરી મળાવવામાં આવશે. જો જરૂરી હોય તો કેટલાકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવશે.

બંધકોની મુક્તિ પછી ઇઝરાયલ આશરે 2,000 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. જેમાંથી 250 આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. એ ઉપરાંત મૃત માનવામાં આવતા 28 બંધકોના મૃતદેહો પણ ઇઝરાયલને સોંપવામાં આવશે.
ઇઝરાયલના અધિકારી ગેલ હિર્શે જણાવ્યું કે 72 કલાકની અંદર એક આંતરરાષ્ટ્રીય ટાસ્ક ફોર્સ એ બંધકોની શોધ શરૂ કરશે જેમના મૃતદેહ હમાસે હજી સુધી સોંપ્યા નથી.

અમેરિકી નેતૃત્વ અને રાજકીય પ્રતિક્રિયા

અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સે જણાવ્યું કે “કદાચ કેટલાક બંધકો ક્યારેય પાછા ન આવે.” તેમણે ઉમેર્યું કે યુદ્ધના અંતથી શાંતિની શરૂઆત થઈ છે.

ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પર રાજકીય હેતુઓ માટે યુદ્ધ લંબાવવાનો આરોપ મૂકાયો છે. જોકે તેમણે આ આક્ષેપોને નકાર્યા છે.

હમાસની માંગ અને માનવતાવાદી સહાય
હમાસ પોતાના લોકપ્રિય નેતા મારવાન બરઘૌતી સહિત અનેક આજીવન કેદીઓને મુક્ત કરવાની માગણી કરી રહ્યું છે. ઇઝરાયલ હજી આ મુદ્દે સત્તાવાર ટિપ્પણી કરી નથી.

યુએનના માનવતાવાદી વડા ટોમ ફ્લેચરે જણાવ્યું કે “ગાઝાનો મોટો ભાગ ઉજ્જડ બની ગયો છે.” યુએન આગામી બે મહિના દરમિયાન હજારો ટન ખોરાક, દવા અને બળતણ પહોંચાડવાની યોજના ધરાવે છે. ઇજિપ્તે પણ ગાઝા માટે 400 સહાય ટ્રકો મોકલવાની જાહેરાત કરી છે.

ટ્રમ્પની મુલાકાત અને શાંતિ સમિટ
યુદ્ધવિરામ પછી ટ્રમ્પ આજે ઇઝરાયલ પહોંચશે. જ્યાં તેઓ બંધકોના પરિવારોને મળશે અને ઇઝરાયલી સંસદ (નેસેટ)ને સંબોધિત કરશે. બાદમાં તેઓ ઇજિપ્ત જશે. જ્યાં રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સિસી સાથે મળીને “શાંતિ સમિટ”નું અધ્યક્ષપદ સંભાળશે.

આ સમિટમાં પેલેસ્ટિનિયન નેતા મહમૂદ અબ્બાસ પણ હાજર રહેશે.
ઇઝરાયલના રક્ષામંત્રી ઇઝરાયલ કાત્ઝે જણાવ્યું કે બંધકોની મુક્તિ બાદ લશ્કરને હમાસની ટનલ નેટવર્ક નષ્ટ કરવાની તૈયારી શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે.

Most Popular

To Top