( પ્રતિનિધી )વડોદરા,તા.12
વડોદરા શહેરમાં હાલ વરસાદે વિરામ લીધો છે. ત્યારે હજી પણ રેસીડેન્સીયલ એરિયામાં સરીસૃપો અને મગરો આવી જતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે, મુજમહુડા સુએજ પમ્પિંગ સ્ટેશનના ટાંકામાં બેબી મગર આવી જતા ફરજ પર હાજર સ્ટાફની સમય સુચકતાથી બેબી મગરને બચાવી લેવામાં આવ્યું હતું.
વડોદરા શહેરના મુજમહુડા સુએજ પંપિંગ સ્ટેશનના ટાંકામાં બેબી મગર પડી ગયો હતો. બેબી મગર ટાંકા માંથી નીકળવા માટે હલચલ કરી રહ્યો હતો. અવાજ થતા સુએજ પંપીંગ સ્ટેશન પર ફરજ પર હાજર સ્ટાફ મેમ્બર મયુર ખત્રીએ ટાંકામાં તપાસ કરતા તેને મગરનું બચ્ચું નજરે પડ્યું હતું. જેણે તાત્કાલિક વન્ય જીવો માટે કાર્યરત સંસ્થાનો સંપર્ક સાધ્યો હતો. જેથી ત્વરિત એનિમલ ટ્રસ્ટની ટીમ દોડી આવી હતી. જેમાં દર્શિલ પંચાલ અને મયુર ખત્રીની ટીમે ટાંકામાં પડી ગયેલા બેબી મગરને સુરક્ષિત રીતે બહાર કાઢી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.