નસવાડી: નસવાડી તાલુકાના બરોલીથી હરિપુરા વદેસિયા રોડ પંચાયત માર્ગ મકાન વિભાગનો છે. 10 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો. ડામર રસ્તો ઘસાઈ જતા ડામર રસ્તાની કપચી અને મેટલ છુટ્ટા પડતા મોટરસાયકલ તેમજ ખેડૂતો સાયકલ લઈને રસ્તા ઉપર થી પસાર થાય ત્યારે ટાયરમાં કપચી ખુંપી જાય છે અને વાહનમાં પંચર પડી જાય છે. ખાડા વાળા રસ્તા થી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.
નસવાડી તાલુકાના બરોલીથી હરિપુરા વદેસિયા અને અન્ય ગામોને જોડતો ડામર રસ્તો છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગની માલિકીનો રસ્તો છે દસવર્ષ પહેલા રસ્તો બનાવવામાં આવ્યો હતો. આ રસ્તા ની ગેરેન્ટી પિરિયડ ત્રણ વર્ષ નો હોય છે. આ રસ્તો વોરંટી પિરિયડ પૂરો થઇ જવા છતાંય આજદિન સુધી નવો રસ્તો બનાવવા માટે સરકારે મંજૂરી આપી નથી. જયારે ચાર જેટલા ગામોને જોડતો પાંચ કિલોમીટરના ડામરના માર્ગમાં ખાડા પડી ગયા છે. ડામર રસ્તાની કપચી અને મેટલ નીકળી જતા વાહનના ટાયરમાં કપચી અને મેટલ વાગતા પંચર પડી જાય છે. ખાડાના કારણે વાહનો ને નુકશાન થાય છે.
એક તરફ વિકાસ સપ્તાહ ની ઉજવણી ત્રણ દિવસ થી કરવામાં આવી રહી છે ત્યારે આવા જરૂરી નાના ગામડાઓને જોડતા જર્જરિત રસ્તાઓ બનાવવા માટે અને રીપેર કરવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. બિસ્માર માર્ગના કારણે ચાર ગામોના લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. ત્યારે અધિકારીઓ ચેમ્બરમાંથી બહાર નીકળી ને આવા રસ્તાઓની મુલાકાત લે તે જરૂરી બન્યું છે. હાલ તો લોકો પોતાનું વાહન લઈને નીકળવા માટે 10 વાર વિચાર કરે છે