ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં એક 30 વર્ષીય વ્યક્તિએ દેવાના કારણે પહેલા અપહરણની ખોટી વાર્તા ઉપજાવી અને ત્યારબાદ તેના જ પરિવાર પાસેથી 30 લાખ રૂપિયાની ખંડણી માંગ કરી હતી. એટલું જ નહીં, પૈસા મેળવવા માટે, તેણે તેના પિતાને જમીન વેચવાની ફરજ પાડી, જેથી તેને ખંડણીના પૈસા આપી શકાય. જ્યારે યોજના બનાવનાર આરોપીનો પિતા પોલીસ સ્ટેશન ગયો ત્યારે પોલીસની તપાસમાં સમગ્ર સત્ય બહાર આવ્યું. નવાડા ગૌરા પપ્પાના રહેવાસી આરોપી હેમ બહાદુરે તેના પરિવારની જાણ કર્યા વિના 12 લોકો પાસેથી પૈસા ઉધાર લીધા હતા. આ પછી, 4 માર્ચે તેણે પોતાની પત્ની અને અન્ય સંબંધીને નામે એક મેસેજ આપ્યો આપ્યો અને કહ્યું કે જો તેઓ હેમ બહાદુરને જીવતો જોવા માંગતા હોય તો 30 લાખ રૂપિયા આપે.
પોલીસમાં ન જવાની ચેતવણી આપતા આ એસએમએસમાં તેણે લખ્યું છે કે, હેમ બહાદુર અમારી કેદમાં છે અને જો તમે તેને જીવતો જોવા માંગતા હો તો 30 લાખ રૂપિયાની વ્યવસ્થા કરો. જો તમે પોલીસ કે રાજકારણીઓનો સંપર્ક કરશો તો તમને તેની લાશ પણ નહીં મળે. બાદમાં, ક્રાઈમ બ્રાંચ અને લાલગંજ પોલીસે હેમ બહાદુરને પૂર્વા કેનાલ બ્રિજ નજીક રોડવેઝ બસમાંથી પકડ્યો હતો.
પોલીસ અધિક્ષક (પશ્ચિમ) દિનેશકુમાર દ્વિવેદીએ જણાવ્યું હતું કે, આરોપીના પિતા રામ જિયાન વર્માએ 4 માર્ચે લાલગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેનો પુત્ર હેમ બહાદુર ગુમ થયો હતો. વર્માને પણ શંકા હતી કે તેના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું છે. લાલગંજ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 364 હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે સર્વેલન્સ ટીમને જાણ થઈ કે હેમ બહાદુર 6 માર્ચે લખનૌથી રાયબરેલી તરફ જઈ રહ્યો છે. ક્રાઈમ બ્રાંચ અને લાલગંજ પોલીસની એક સંયુક્ત ટીમને રાયબરેલી-લખનઉ હાઈવે પર મોકલવામાં આવી, જ્યાં તેઓએ તેને એક રોડવે બસમાં જતાં ઝડપી પાડ્યો હતો.
પૂછપરછ દરમિયાન બહાદૂરે કબૂલાત કરી હતી કે તેણે રેલ્વેમાં નોકરી મેળવવાના નામે 12 લોકો પાસેથી લાખો રૂપિયા લીધા હતા. જ્યારે આ લોકોએ પૈસા પાછા માગવાની શરૂઆત કરી ત્યારે તેણે પોતાનું અપહરણ કરવાનું કાવતરું ઘડ્યું. બહાદુરે પણ કબૂલાત આપી છે કે તે 4 માર્ચે લખનૌ ગયો હતો અને અજાણ્યા નંબર પરથી તેની પત્ની અને સંબંધીને ખંડણી માટે સંદેશ આપ્યો હતો. તેણે જણાવ્યું હતું કે તેણે વિચાર્યું હતું કે અપહરણની વાતની જાણ થતાં જ તેના પિતા જમીન વેચીને 30 લાખ રૂપિયા આપશે.