World

સ્વિટ્ઝર્લેન્ડમાં ચહેરો ઢાંકવા પર પ્રતિબંધના સમર્થનમાં મતદાન : મુસ્લિમ સંગઠનોનો વિરોધ

સ્વિટ્ઝર્લેન્ડના નાગરિકો (CITIZEN OF SWITZERLAND)એ જાહેર સ્થળોએ ચહેરા ઢાંકવા પર પ્રતિબંધને ટેકો આપ્યો છે. રવિવારે સ્વિટ્ઝર્લેન્ડમાં જનમત યોજવામાં આવ્યો હતો જેમાં 51.2 ટકા મતદારોએ ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ (BAN) મૂકવાના પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. જો કે, આ દરખાસ્ત ખૂબ ઓછા અંતરથી પસાર કરવામાં આવી હતી. જનમતના સત્તાવાર પરિણામો મુજબ, 1,426,992 લોકોએ પ્રતિબંધની તરફેણમાં મત આપ્યો જ્યારે 1,359,621 લોકોએ તેની વિરુદ્ધ મત આપ્યો. મતદાન ટકાવારી 50.8 ટકા હતી.

આ પ્રતિબંધ લાવ્યા બાદ બુર્કા (BURKA) અથવા હિજાબ પહેરવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. પ્રસ્તાવમાં ઇસ્લામ અને બુરખાનો સીધો ઉલ્લેખ નથી, પરંતુ તમામ રાજકારણીઓ અને મુસ્લિમ સંગઠનોએ તેને બુરખા પ્રતિબંધ અને ઇસ્લામોફોબીયા (ISLAMOPHOBIA) ગણાવ્યો છે. 2009માં સ્વિટ્ઝર્લેન્ડમાં નવા ટાવરોના બાંધકામોને રોકવા માટે જનમત યોજવામાં આવ્યો હતો.

પ્રતિબંધ લાગુ થયા પછી, લોકો રેસ્ટોરન્ટ્સ, સ્પોર્ટ્સ સ્ટેડિયમ, જાહેર પરિવહન (PUBLIC PLACE) અથવા શેરીઓમાં ચહેરો ઢાંકી શકશે નહીં. જો કે ધાર્મિક સ્થળો, કાર્નિવલની ઉજવણી અને આરોગ્યનાં કારણોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. યુરોપના ઘણા દેશોમાં આવી પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. 2011 માં, ફ્રાન્સે એવા કપડાં પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો જે ચહેરા પર સંપૂર્ણ રીતે ઢાંકી દે છે. ડેનમાર્ક, ઓસ્ટ્રિયા, નેધરલેન્ડ અને બલ્ગેરિયામાં જાહેર સ્થળોએ બુર્કા પહેરવા પર આંશિક અથવા સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મુસ્લિમ સંગઠનોએ આની નિંદા કરી છે અને કહ્યું છે કે તેઓ તેને પડકારશે. સ્વિટ્ઝર્લેન્ડની સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ મુસ્લિમોએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, આ નિર્ણય જૂના ઘાને ખોલવાનો છે અને અસમાનતાના સિદ્ધાંતને કાયદેસર રીતે લંબાવશે. આ પગલાથી મુસ્લિમ લઘુમતીઓને અલગ પાડવાનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે. સંગઠન વતી કહેવામાં આવ્યું છે કે ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ કાયદેસર રીતે પડકારવામાં આવશે અને જે મહિલાઓને દંડ કરવામાં આવશે તેની સહાય માટે ભંડોળ ઉભું કરવામાં આવશે.

સ્વિટ્ઝર્લલેન્ડની ફેડરેશન ઓફ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશને કહ્યું કે બંધારણમાં ડ્રેસ કોડને લગતા નિયમો લાવવું એ મહિલાઓના મુક્તિ તરફ એક પગલું નથી પણ ભૂતકાળમાં એક પગલું છે. આ સંગઠને કહ્યું કે, આ ચર્ચાથી સ્વિટ્ઝર્લલેન્ડના સહનશીલતા, શાંતિ અને તટસ્થતાના મૂલ્યોને નુકસાન પહોંચ્યું છે.

સ્વિસ પીપલ્સ પાર્ટીના સાંસદ અને લોકમત સમિતિના સભ્ય, વોલ્ટર વોબમેને કહ્યું કે આ મતદાન ઇસ્લામની વિરુદ્ધ નથી, પરંતુ બુર્કા પહેરીને કટ્ટરપંથી ઇસ્લામની રાજનીતિનો એક ભાગ બની ગયો છે. યુરોપમાં ઇસ્લામનું રાજકીયકરણ ઝડપથી વધી ગયું છે, જેને સ્વિટ્ઝરલેન્ડમાં કોઈ સ્થાન નથી. વોબમેને કહ્યું, સ્વિટ્ઝરલેન્ડમાં ચહેરો બતાવવાની અમારી અહીં પરંપરા છે. તે આપણી મૂળભૂત સ્વતંત્રતાનું પ્રતીક છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top