ખેત મજૂરી કરવા જતા દેવીપૂજક પરિવારના સભ્યોને ઈજા થઇ
ભરૂચ,તા.10
જંબુસર તાલુકાના નોબાર ગામે ટેમ્પો પલ્ટી ખાતા અંદર બેઠેલા અંદાજે બારથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમને સારવાર અર્થે જંબુસર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જેમાં વધુ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા છે.

સુત્રો દ્વારા અંકલેશ્વરનાં સારોદ ગામેથી અંદાજે 15થી 20 દેવીપૂજક ભાઈઓ-બહેનો બાળકો સાથે છોટા હાથી ટેમ્પોમાં સૌરાષ્ટ્રમાં ખેત મજૂરી કામગીરી કરવા જતા હતા.એ વેળા જંબુસરના નોબાર ગામ નજીક પહોંચતા જ ચાલકે સ્ટેરીંગ પરનો સંતુલન ગુમાવતા ટેમ્પો રોડની બાજુએ પલ્ટી મારતાં અકસ્માત થયો હતો. અકસ્માતથી ટેમ્પોમાં બેઠેલા લોકો બુમબરાડા પાડ્યા હતા.
અકસ્માતની જાણ થતાં જ મોટી સંખ્યા આસપાસ લોકો મોટી સંખ્યામાં સ્થળ પર ઉમટી પડ્યા હતા.અકસ્માતની જાણ થતાં જ જંબુસર પોલીસ તથા 5 જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી ઘાયલ થયેલા ઈજાગ્રસ્તોને પ્રથમ તાત્કાલિક સારવાર અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ત્યાંથી અમુક લોકોને વધુ ઇજાઓ થઈ હોવાથી વધુ સારવારની જરૂર હોય તમેને વડોદરા SSG હોસ્પિટલ ખાતે રીફર કર્યા હતા.
અકસ્માતની જાણ થતા જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી,તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ અને શહેર પ્રમુખ મનન પટેલ પણ હોસ્પિટલ પહોંચી,ઈજાગ્રસ્તોની ખબર અંતર કાઢવા પહોચી ગયા હતા.ઘટના બાદ જંબુસર DYSP અને જંબુસર PI સહીતનાં પોલીસ સ્ટાફ હોસ્પિટલે પહોચી ગયા હતા.