Bharuch

પુનગામ પાસે સુપર ફાસ્ટ એક્સપ્રેસને એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર મળેલી મંજુરી,NHAIના ચેરમેને કરેલી જાહેરાત

આ બાબતે ખુદ અંકલેશ્વર-હાંસોટનાં ધારાસભ્યએ ગત-10મી સપ્ટેમ્બરે કરેલી રજૂઆતના પરિણામથી સૌને આનંદ

આ પોઈન્ટથી ઉદ્યોગનાં ટ્રાન્સપોર્ટરો,સુરત શહેરને ફાયદો થશે,ભરૂચ ટ્રાફિક જામની સમસ્યા દુર થઇ

ભરૂચ,તા.6
પુનગામ પાસે સુપર ફાસ્ટ એક્સપ્રેસ પર એન્ટ્રી-એક્ઝિટ શરુ માટે અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્યએ શરુ કરવામાં માટે પરિવહન મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.જેને પુનગામ ખાતે એન્ટ્રી-એક્ઝીટ પોઈન્ટ શરુ કરવા માટે NHAIનાં ચેરમેને સત્તાવાર જાહેરાત કરતા સૌને તેમજ ત્રણ ઔદ્યોગિક વસાહતનાં ટ્રાન્સપોર્ટરોમાં હવે સંતોષ થયો છે.
અંકલેશ્વર પાસે પુનગામ ખાતે સુપર ફાસ્ટ એક્સપ્રેસ રોડ પર એન્ટ્રી-એક્ઝીટ હમણા સુધી થોડો સમય બિનસત્તાવાર વાહનો ચાલતા હતા.પુનગામ એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટથી સુરત શહેર સહીત અંકલેશ્વર,પાનોલી અને ઝઘડિયા GIDC માટે ખુબ જ યોગ્ય હતો.પણ ઈજનેરી કૌશલ્ય ધરાવતા અધિકારીઓએ પોઈન્ટ મુકવામાં થાપ ખાઈ ગયા હતા.આ બાબતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સહીત ઉદ્યોગો પ્રતિનિધિએ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહીત કેન્દ્રીય ક્ક્ષાએ રજુઆતો કરવામાં આવી.જેમાં દહેગામ જવા માટે લગભગ 21 કિમી દુરના અંતરે અન્ય રોડ પર પસાર થવું પડે.અને તેમાં ભરૂચ શહેર પસાર કરીને જવામાં વાહનચાલકોને ટ્રાફિકજામ અને અન્ય સમસ્યા નડતી હોય છે.જેની જગ્યાએ માંડ ૩ કિમી દુર પુનગામ ખાતે એન્ટ્રી એક્ઝીટ પોઈન્ટ મુકવાથી ઉદ્યોગો સાથે મેટ્રો સુરત શહેરને પણ ફાયદો થાય એમ છે.
આ પ્રશ્નને ખુબ જ ગંભીરતા લઈને અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ગત તા.10મી સપ્ટેમ્બર-2025નાં રોજ સુગર ઇન્ડસ્ટ્રીઝની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.જોગાનુજોગ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી આ કાર્યક્રમમાં આવતા જ ખુદ ઈશ્વરસિંહ પટેલે ઉદ્યોગોનાં ટ્રાન્સપોર્ટરોના હિતમાં તેમજ મેટ્રો શહેરો માટે એકદમ સરળ પુનગામ પોઈન્ટ છે.એવી વ્યુહાત્મક રીતે મજબૂતાઈથી રજૂઆત કરી હતી.જે બાબતે કેન્દ્રિય મંત્રીએ આખા પ્રશ્નને પરિણામલક્ષી લેવા માટે તેમના તંત્રને કામે લગાડી દીધુ હતું.અને થોડા દિવસમાં NHAIના ચેરમેન સંતોષકુમાર યાદવે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે માટે પુનગામ પાસે એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ આપવાની જાહેરાત કરી દીધી છે.આ પોઈન્ટથી ભરૂચ શહેરમાં ટ્રાફિક સમસ્યા ભારોભાર હળવી થઇ જશે.

પુનગામ એન્ટ્રી/એક્ઝીટ અંકલેશ્વર,પાનોલી અને ઝઘડિયા GIDC માટે અત્યંત જરૂરી હોવાથી હવે રાહત

એક્સપ્રેસ વે માટે ટેકનીકલ અધિકારીએ ભૂતકાળમાં એવી ભૂલ કરી છે કે ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા અંકલેશ્વર,પાનોલી અને ઝઘડીયા માટે પુનગામ એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટની જરૂર હતી.સાથે સુરત મેટ્રો સીટીને પણ પુનગામ એન્ટ્રી અને એક્ઝીટ અત્યંત જરૂરી છે.એ વખતે નિર્ણય કરતી વખતે સ્થાનિક તજજ્ઞોને સલાહ સૂચનો લીધી હોય તો પુનગામ પાસે એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ અત્યંત જરૂરી છે.જો કે આ બાબતે અંકલેશ્વરના MLA ઈશ્વરસિંહ પટેલે અને AIAના હોદ્દેદારોએ પણ જવાબદાર મંત્રાલયને અંકલેશ્વર પાસે એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ મુકવાની રજૂઆત કરી હતી.જેલે લઈને NHAIએ મંજુરીની મહોર મારતા હવે રાહત થઇ જશે.

Most Popular

To Top