ઈન્ડસ્ટ્રીયલ ઈકોનોમિક્સ એન્ડ બેઝિક ઈકોમેટિક મેથડ્સમાં 124 વિદ્યાર્થી ફેલ : વાલીની રજૂઆત
પૂર્વ વીસીએ ફેરવી તોડ્યું,નવા વીસીએ મુલાકાત નહીં કરી રજુઆત ના સાંભળી હોવાના આક્ષેપ
( પ્રતિનિધી )વડોદરા,તા.4
એમ.એસ યુનિવર્સિટીમાં બેચલર ઓફ આર્ટસના છઠ્ઠા સેમેસ્ટરમાં 2022-25 માં બે સબ્જેક્ટ ઈન્ડસ્ટ્રીયલ ઇકોનોમિક્સ એન્ડ બેઝિક ઇકોમેટિક મેથડ્સ જેમાં ઈન્ડસ્ટ્રીયલ ઇકોનોમિક્સમાં કુલ 163 વિદ્યાર્થીઓમાંથી 96 વિદ્યાર્થીઓ અને ઇકોમેટીક મેથડ્સ બેઝિકમાં 33 માંથી 28 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આ અંગે એક વિદ્યાર્થીના વાલી દ્વારા યુનિવર્સીટીના સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેને ધ્યાને લેવામાં નહીં આવતી હોવાના આક્ષેપ કર્યા હતા.
એમ.એસ.યુનિવર્સીટીમાં સર્વપ્રથમ વખત પાંચ સેમેસ્ટર વગર એટીકેટીએ પાસ કર્યા બાદ છઠ્ઠા સેમેસ્ટરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થતા આ સંબંધિત વિદ્યાર્થીના વાલીએ પૂર્વ વીસી સાથે ચાર વખત મીટીંગ કરવામાં આવી અને રજૂઆત કરી હતી. વાલીએ જણાવ્યું હતું કે, એમને આ સમગ્ર બાબતે વાકેફ કરવામાં આવ્યા છે અને આટલા વિદ્યાર્થીઓ કેવી રીતે નાપાસ થઈ શકે એ પણ સિંગલ ડિઝિટમાં અને આમાં જેટલા પણ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જેઓના પાછા 5 સેમેસ્ટર ક્લિયર છે. જેમાં એટીકેટી નથી. કોઈ ફેલ નથી થયા તો છઠ્ઠા સેમેસ્ટરમાં આટલા બધા વિદ્યાર્થીઓ કેવી રીતે નાપાસ થઈ શકે. જ્યારે આ સવાલ એમને પૂછવામાં આવ્યો હતો. ત્યારે, એમણે એક જ જવાબ આપ્યો હતો કે વિદ્યાર્થીઓએ બરાબર લખ્યું નથી એટલે નાપાસ થયા હશે. પણ આટલા બધા એકસાથે આટલી મોટી સંખ્યામાં નાપાસ થાય આ પ્રશ્ન અમે વારંવાર ઉઠાવવામાં આવ્યો છે. એમનું એવું કહેવું હતું કે, આમાંથી અમારાથી કશું થઈ ન શકે, અમે કંઈ કરી ન શકીએ, બસ એટલું કરી શકીએ કે પરીક્ષા 15 સપ્ટેમ્બર પહેલા લઈ લઈશું અને જે વિદ્યાર્થીઓએ પ્રોવિઝનલ એડમિશન લીધા હશે તેમને તક મળી શકે અને વર્ષ ના બગડે. પણ તેમનું આ કમિટમેન્ટ પણ ખોટું સાબિત થયું. તેમણે એકઝામ 16 સપ્ટેમ્બર થી 22 સપ્ટેમ્બરમાં લીધી અને એના લીધે કેટલાક વિદ્યાર્થીઓના પ્રોવિઝનલ એડમિશન કેન્સલ થયા અને બે દિવસ પૂર્વે અમે નવા વીસીની મુલાકાત લીધી. એમણે મને મળવાની ના પાડી દીધી અને કીધું કે એક્ઝામિનેશન કો-ઓર્ડીનેટર ભાવનાબેનને જઈને મળો, એ અમને મળશે. તમે એમને મળો એ શું કહે છે તે પછી હું વિચારીશ કે હું તમને મળીશ કે ના મળું. એવો તેમણે મને જવાબ આપ્યો અને એ પણ એમના પીએના થકી અમને જવાબ આપ્યો. અમે એ અપેક્ષા રાખીએ છીએ કે, આ જે વિદ્યાર્થીઓ નપાસ થયા છે. તેમનું વર્ષ ન બગડે અને એટીકેટીની પરીક્ષા આપી છે. આ છેલ્લી બેચ છે એમને પાસ કરવામાં આવે અને માર્કશીટમાં ઓક્ટોબર 2025 મેન્સન થવું ન જોઈએ. જે ચાલુ વર્ષ છે તે મેન્શન થવું જોઈએ. અંતિમ બેચના કારણે વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવે એવી મારી એમએસ યુનિવર્સિટી પાસે અપેક્ષા છે. પૂર્વ વીસી જે હતા. એમણે વિદ્યાર્થીઓને જે ખાતરી આપી હતી. એ બધું ખાડે ગયું છે. વિદ્યાર્થીઓને વિશ્વાસ નથી કે આ વીસી શું કહેશે અને શું કરી રહેશે. એટલે પૂર્વ વીસીને જે પ્રશ્નો હતા એ પ્રશ્નો અમે હવે નવા વીસીને કરીએ છે. જે અંગે મેં મેલ મારફતે રજૂઆત પણ કરી છે.