મહિનાઓ પહેલા પાલિકના ફૂડ વિભાગે લીધેલા 31 નમૂનાઓ અયોગ્ય જાહેર
બે મહિના પહેલા લીધેલા માંજલપુરના ગાયત્રી ખમણના કપાસિયા તેલના નમૂના પણ સબ સ્ટાન્ડર્ડ જાહેર
વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તપાસ હાથ ધરવામાં આવી હતી. રાવપુરા, ન્યુ સમા રોડ, વાસણા ભાયલી રોડ, પ્રતાપનગર, આજવા રોડ, ચકલી સર્કલ, છાણી, વાઘોડીયા રોડ, માંજલપુર, મકરપુરા, રેસકોર્સ, અકોટા, ગોરવા, મદનઝાપા રોડ, કોઠી અને નીઝામપુરા સહિતના વિસ્તારોમાંથી કુલ 31 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જે ફતેહગંજ સ્થિત પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. ફૂડ એનાલિસ્ટના રિપોર્ટ મુજબ, બધા જ 31 નમૂનાઓ “સબ-સ્ટાન્ડર્ડ” જાહેર કરવામાં આવ્યા છે. જેમાં શહેરની જાણીતી મીઠાઈ અને ફરસાણ દુકાનો જેવી કે પેન્ડાવાલા દુલીરામ રતનલાલ શર્મા (રાવપુરા), હનુરામ ફૂડ્સ (ચકલી સર્કલ) અને જગદીશ ફરસાણ (છાણી રોડ) જેવી પેઢીઓના નમૂનાઓ પણ ધોરણ મુજબ ન નીકળ્યા છે.
તપાસમાં વિવિધ ખાદ્ય પદાર્થો જેમ કે કાજુ કતરી, પનીર, ઘી, ગાયનું દૂધ, મોતીચુર લાડુ, સુર્યમુખી તેલ, કપાસીયા તેલ, તુવેરદાળ, કેચઅપ, ખોયા, આઇસક્રીમ, પેન્ડા વગેરેના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. ગુણવત્તા ધોરણ મુજબ ન હોવાથી આ બધા નમૂનાઓ “સબ-સ્ટાન્ડર્ડ” જાહેર થયા છે. ફૂડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, નાગરિકોને સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળે તે માટે આવી તપાસો નિયમિત રીતે કરવામાં આવે છે. અપ્રમાણસર જાહેર થયેલા તમામ નમૂનાઓની વિગતો ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવી છે અને આગામી દિવસોમાં દંડ તેમજ કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે.
સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલા ખાદ્ય નમૂનાઓની વિગતવાર યાદી
ક્રમાંક પેઢીનું નામ અને સરનામું ખાદ્ય પદાર્થનું નામ ધંધાનો પ્રકાર લેબ. પરિણામ
1 શ્રી હાર્દીક સી. દેસાઈ, “વીક્રમ એજન્સીસ”, જીએફ. પટેલ બિલ્ડીંગ, રાવપુરા સીલકન ટોફુ (મોરીનુ) કંપની પેક ડિસ્ટ્રિબ્યુટર સબ-સ્ટાન્ડર્ડ
2 શ્રી દિપેશ પ્રહલાદભાઈ મોદી, “જય અંબે ડેરી ફાર્મ”, રાજલક્ષ્મી સોસાયટી, ન્યુ સમા રોડ પનીર (લુઝ) રીટેલર સબ-સ્ટાન્ડર્ડ
3 સેવન ઈન્ફ્રાટેક પ્રા. લિ., “પીન્ડ બલુચી ધ વીલેજ રેસ્ટોરન્ટ”, વાસણા ભાયલી રોડ પનીર ટીક્કા મસાલા (લુઝ) રેસ્ટોરન્ટ સબ-સ્ટાન્ડર્ડ
4 શ્રી નારાયણદાસ સદારંગમલ બજાજ, “મેસર્સ સદારંગમલ એન્ડ સન્સ”, પ્રતાપનગર ગાયનું દૂધ (લુઝ) રીટેલર સબ-સ્ટાન્ડર્ડ
5 શ્રી પ્રદિપસિંહ આઠલુવાલીયા, “હનુરામ ફૂડ્સ પ્રા. લિ.”, ચકલી સર્કલ મેન્ગો ક્રીમ બાઇટ્સ (સ્વીટ) રેસ્ટોરન્ટ સબ-સ્ટાન્ડર્ડ
6 શ્રી મયુર પંકજભાઈ ટાંક, “જય બજરંગ ફરસાણ એન્ડ ફાફડા”, વાસણા રોડ સેવ (લુઝ) રીટેલર સબ-સ્ટાન્ડર્ડ
7 શ્રી યોગેશ મંગળદાસ વાળંદ, “રોયલ એગ્રો ફૂડ્સ”, આજવા રોડ તુવેરદાળ (લુઝ) રીટેલર સબ-સ્ટાન્ડર્ડ
8 શ્રી મહેશ્વરી વીનોદભાઈ શંકરલાલ, “મુરલીધર પ્રોવિઝન સ્ટોર”, છાણી મેન બજાર કપાસીયા તેલ (લુઝ) રીટેલર સબ-સ્ટાન્ડર્ડ
9 શ્રી નરેન્દ્ર મનસુખભાઈ મેટલિયા, “કલાપી ફરસાણ”, વાઘોડીયા રોડ ટોમેટો કેચઅપ (કંપની પેક) રીટેલર સબ-સ્ટાન્ડર્ડ
10 શ્રી મેહુલ અગ્રવાલ, “ગાયત્રી ખમણ”, માંજલપુર કેસર કાજુ કતરી (લુઝ) ઉત્પાદક/રીટેલર સબ-સ્ટાન્ડર્ડ
11 શ્રી મહેન્દ્ર હસમુખ પરમાર, “પેન્ડાવાલા દુલીરામ રતનલાલ શર્મા”, રાવપુરા કેસર પેન્ડા (લુઝ) રીટેલર સબ-સ્ટાન્ડર્ડ
12 શ્રી ભગવાનલાલ હીરાલાલ તેલી, “શ્રી મહાલક્ષ્મી આઇસક્રીમ એન્ડ જ્યુસ”, હાલોલ રોડ આઇસક્રીમ વેનીલા (લુઝ) રીટેલર સબ-સ્ટાન્ડર્ડ
13 શ્રી વિજય મોહન નાચનાની, “જગદીશ ફરસાણ પ્રા. લિ.”, છાણી રોડ કાજુ મેન્ગો (સ્વીટ) રીટેલર સબ-સ્ટાન્ડર્ડ
14 શ્રી નાગેન્દ્ર યાદવ, “સંદીપ સ્વીટ એન્ડ નમકીન”, મકરપુરા સ્વીટ ખોયા (લુઝ) રીટેલર સબ-સ્ટાન્ડર્ડ
15 શ્રી અર્જુન લાડીયા, “ગ્વાલીયા સ્વીટ્સ પ્રા. લિ.”, રેસકોર્સ મોહનથાળ (લુઝ) રેસ્ટોરન્ટ સબ-સ્ટાન્ડર્ડ
16 શ્રી ડાંગી અનીલ નાથુરામ, “શ્રીનાથ ડેરી”, વૈકુંઠ ચાર રસ્તા ગાયનું દૂધ (લુઝ) રીટેલર સબ-સ્ટાન્ડર્ડ
17 શ્રી કાલીદાસ માકડીયા, “પટેલ ડેરી ફાર્મ”, અકોટા ગાયનું દૂધ (લુઝ) રીટેલર સબ-સ્ટાન્ડર્ડ
18 શ્રી પુનીતકુમાર ગંગાધર, “મૈસુર ડીલીશિયસ કેફે”, વાસણા જકાતનાકા સનફ્લાવર ઓઈલ (લુઝ) રેસ્ટોરન્ટ સબ-સ્ટાન્ડર્ડ
19 શ્રી વિજયકુમાર ગુપ્તા, “ગુપ્તા સ્વીટ એન્ડ ફરસાણ”, દેસાઈનગર મોતીચુર લાડુ (લુઝ) રીટેલર સબ-સ્ટાન્ડર્ડ
20 શ્રી હરીપાલસિંહ પાલ, “કિરણ ફૂડ”, ઓલ્ડ છાણી રોડ પનીર (લુઝ) રેસ્ટોરન્ટ સબ-સ્ટાન્ડર્ડ
21 શ્રી સિંહ રાણા જયેન્દ્રજ, “બ્લુ બફેલો”, વાસણા ભાયલી રોડ ગાયનું દૂધ (લુઝ) રીટેલર સબ-સ્ટાન્ડર્ડ
22 શ્રી પીયુષ મોદી, “ગણેશ મિલ્ક બાર”, આજવા રોડ પનીર (લુઝ) રીટેલર સબ-સ્ટાન્ડર્ડ
23 શ્રી રશીકભાઈ ચાવડા, “વર્ષા એક્સોટીક”, ગોરવા કેટરિંગ માટે પનીર (લુઝ) કેટરર સબ-સ્ટાન્ડર્ડ
24 શ્રી અરુણભાઈ સુખડિયા, “શ્રીજી દુગ્ધાલય”, મદનઝાપા રોડ ઘી (ક્રિષ્ણા) કંપની પેક રીટેલર સબ-સ્ટાન્ડર્ડ
25 શ્રી ગજેન્દ્રસિંહ કાચેલા, “સાઇ પંજાબી રેસ્ટોરન્ટ”, તુલસીધામ ચાર રસ્તા ડ્રાય મંચુરીયન (લુઝ) રેસ્ટોરન્ટ સબ-સ્ટાન્ડર્ડ
26 શ્રી શર્મા વિનોદકુમાર પ્રકાશભાઈ, “શ્રી બજરંગ ડેરી”, સમા ગાયનું દૂધ (લુઝ) રીટેલર સબ-સ્ટાન્ડર્ડ
27 શ્રી મુરારીભાઈ શાહ, “શ્રી કૃષ્ણા ડેરી”, જુની કાછીયાવાડ, કોઠીફળીયા પનીર (લુઝ) રીટેલર સબ-સ્ટાન્ડર્ડ
28 શ્રી કશ્યપ હીરાલાલ વાસાની, “સ્વર્ણમ રેસ્ટોરન્ટ એન્ડ બેન્કવેટ”, નીઝામપુરા કાજુ કતરી (લુઝ) રેસ્ટોરન્ટ સબ-સ્ટાન્ડર્ડ
29 શ્રી નરેશકુમાર અગ્રવાલ, “સાયન રેસ્ટોરન્ટ”, અલકાપુરી દૂધ મીઠાઈ (લુઝ) રેસ્ટોરન્ટ સબ-સ્ટાન્ડર્ડ
30 શ્રી નરેશકુમાર અગ્રવાલ, “સાયન રેસ્ટોરન્ટ”, અલકાપુરી પનીર (લુઝ) રેસ્ટોરન્ટ સબ-સ્ટાન્ડર્ડ
31 શ્રી રાકેશ લાલજીભાઈ ચાવડા, “અર્બન સ્વીટ્સ એન્ડ ફરસાણ”, રાવપુરા દૂધ બર્ફી (લુઝ) રીટેલર સબ-સ્ટાન્ડર્ડ
શાળા-કોલેજના નમૂનાના પરિણામો ત્રણ મહિના પછી પણ જાહેર કરાયા નહીં
નિયમ મુજબ, ખાદ્ય પદાર્થોના નમૂના લીધા બાદ તેનું પૃથક્કરણ કરવા લેબમાં મોકલી આપવામાં આવે છે. જેના પરિણામો 14 દિવસમાં આવી જતા હોય છે. પરંતુ, પાલિકાના ખાડે ગયેલા ફૂડ વિભાગે મહિનાઓ સુધી પરિણામો જાહેર ન કરી શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા કર્યા તેમ છતાં એકપણ જવાબદાર અધિકારી સામે કોઈ પગલા લેવાયા નહીં. એટલું જ નહીં, 23 જુલાઈ 2025 ના રોજ ફૂડ વિભાગે સમરસ ગવર્મેન્ટ ગલ્સ હોસ્ટેલ (આજવા રોડ), જગદીશ ફૂડ્સ, જગદીશ ફરસાણ, નવરચના યુનિવર્સિટી, બ્રાઇટ સ્કૂલ સહિત અનેક જગ્યાએથી નમૂના લીધા હતા પરંતુ મહિનાઓ વીતવા છતાં તેના પરિણામ શું આવ્યા તે જાહેર કરાયું નથી. મહત્વનું છે કે, શાળા કોલેજમાં બાળકો અભ્યાસ માટે આવતા હોય છે તેવામાં ફૂડ વિભાગની આવી બેદરકારીની ટીકા થઈ રહી છે.