Vadodara

ફતેગંજ-હરીનગર ફ્લાયઓવર નીચેના રમતગમત સંકુલનું સંચાલન VSPFને સોંપાયું

સ્થાયી સમિતિ બેઠકમાં વધારાની એક દરખાસ્ત સાથે 10 કામોને મંજૂર

VSPF સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તથા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું હાલ સંચાલન કરે છે

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની યોજાયેલી બેઠકમાં કુલ 10 કામોને મંજૂરી આપવામાં આવી છે. બેઠક દરમ્યાન એક વધારાની દરખાસ્ત તરીકે ટુરીસ્ટ વિભાગની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી હતી, જેને સમિતિએ મંજુરી આપી છે. ટુરીસ્ટ વિભાગની દરખાસ્ત મુજબ હાલ ચાલી રહેલા શહેરી વિકાસ વર્ષ દરમ્યાનના મહત્વના ફ્લેગશીપ પ્રોજેક્ટ અંતર્ગત ફતેગંજ ફ્લાયઓવર બ્રિજ તથા હરીનગર ફ્લાયઓવર બ્રિજ નીચે બનાવાયેલા રમતગમત સંકુલના સંચાલન અંગે નિર્ણય લેવાયો હતો. હાલ વડોદરા સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન (VSPF) દ્વારા વડોદરા મહાનગરપાલિકાના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તથા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું તમામ પ્રકારનું સંચાલન કરવામાં આવે છે. સ્થાયી સમિતિએ આ જ સંસ્થા દ્વારા ફતેગંજ અને હરીનગર ફ્લાયઓવર નીચેના નવા રમતગમત સંકુલનું સંચાલન કરવાની મંજૂરી આપી છે.

આ નિર્ણયથી બંને ફ્લાયઓવર નીચે તૈયાર કરાયેલા રમતગમત સંકુલનો ઉપયોગ નાગરિકોને સુવિધાપૂર્વક મળી રહે તેવી અપેક્ષા છે. VSPF પાસે રમતગમત સંકુલોનું સંચાલન કરવાનો અગાઉથી અનુભવ હોવાને કારણે નવા સંકુલોના યોગ્ય સંચાલનની જવાબદારી તેમને સોંપવામાં આવી છે. સ્થાયી સમિતિની આ બેઠકમાં અન્ય 9 દરખાસ્તોને પણ મંજૂરી અપાઈ છે. આમ, કુલ 10 કામો માટે હરી ઝંડી આપવામાં આવી છે.

Most Popular

To Top