Vadodara

વડોદરા સ્માર્ટ સિટીની 43મી બોર્ડ બેઠકમાં 9 એજન્ડાને મંજૂરી

વર્ષ 2024-25ના હિસાબો અને AGM બોલાવવાનો ઠરાવ બેઠકમાં મંજુ

નવા સેક્રેટરી તરીકે જીગર રાયની નિમણૂંક, ઓડિટ રિપોર્ટ અને નાણાકીય હિસાબોને મંજૂરી, સલાહકારોના એમ્પેનલમેન્ટનો પણ નિર્ણય લેવાયા

વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (VSCDL)ની 43મી ડિરેક્ટર બોર્ડ બેઠક સોમવારે યોજાઈ હતી. આ બેઠકમાં કુલ 9 એજન્ડાના મુદ્દાઓ પર ચર્ચા અને મંજૂરી આપવામાં આવી હતી. મુખ્ય મુદ્દા તરીકે કંપનીના નવા સેક્રેટરી તરીકે જીગર રાયની નિમણૂંક કરવામાં આવી છે. અગાઉની સેક્રેટરી માનસી ગાંધીએ રાજીનામું આપ્યા બાદ તેમની જગ્યાએ જીગર રાયની સત્તાવાર નિમણૂંકને બેઠકમાં મંજુર કરવામાં આવી. બેઠકમાં સૌપ્રથમ ડિરેક્ટર અલ્પેશ મજુમદારને ગેરહાજરીની લાંબી રજા મંજુર કરવામાં આવી. બાદમાં અગાઉ યોજાયેલી બોર્ડ બેઠકની મિનિટ્સની નોંધ લેવામાં આવી. કંપનીની વાર્ષિક સામાન્ય સભા (AGM) બોલાવવાનો ઠરાવ પણ પાસ થયો હતો. સાથે કંપનીનો બોર્ડ રિપોર્ટ રજૂ કરી તેને મંજુરી આપવામાં આવી.

નાણાકીય મુદ્દાઓ હેઠળ વર્ષ 2024-25ના આંતરિક ઓડિટ રિપોર્ટને મંજૂરી આપવામાં આવી હતી. સાથે જ 31 માર્ચ, 2025 સુધીના નાણાકીય વર્ષના હિસાબો અને નાણાકીય નિવેદનોને પણ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી. શહેરના વિકાસ પ્રોજેક્ટ્સને આગળ ધપાવવા માટે સલાહકારોના એમ્પેનલમેન્ટનો મુદ્દો પણ ચર્ચાઈને મંજુર થયો. આ નિર્ણય વડોદરા સ્માર્ટ સિટી અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રોજેક્ટ્સ અને રોકાણ પ્રોત્સાહન પ્રવૃત્તિઓમાં મદદરૂપ બનશે. બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે ચેરમેનની પરવાનગીથી વિવિધ અન્ય કામકાજ પર ચર્ચા કરવામાં આવી હતી.

Most Popular

To Top