Vadodara

કારેલીબાગ પોલીસ સ્ટેશન સામેની ગલીમાં આઈ લવ મોહંમદના પોસ્ટર લાગ્યા

શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ, અન્ય રાજ્યની મોડેસ ઓપરેન્ડી પાછળ કયા તત્વો સક્રિય તે તપાસનો વિષય*

(પ્રતિનિધિ) વડોદરા તા. 27

ઉત્તર પ્રદેશમાં આઇ લવ મહંમદના પોસ્ટરો લગાવી એક રીતે તૈ રાજ્યમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ બાદ હવે દેશના વિવિધ રાજ્યોમાં પણ અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોય તેમ જણાય છે. શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જ પોલીસ સ્ટેશનની ગલીમાં આ પ્રકારના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જે શહેરની શાંતિમાં પલિતો ચાપવાનો પ્રયાસ એક રીતે કરવામાં આવી રહ્યો છે.

ઉત્તર પ્રદેશમાં આઈ લવ મોહંમદના બેનર અંતર્ગત ગુનો દાખલ થયાના આધારે ઈસમોની થયેલી અટકાયતના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા દેશના અનેક શહેરોમાં આઈ લવ મોહંમદના પોસ્ટર લગાવવા સાથે દેખાવો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશન નજીક આઈ લવ મોહંમદનું પોસ્ટર લાગ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ઉત્તર પ્રદેશમાં આઈ લવ મોહંમદના પોસ્ટર લગાવવામાં આવતા યોગી સરકાર દ્વારા તે અંગે કાર્યવાહી કરતા ગુનો દાખલ કરવા સાથે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આરોપીઓની થયેલી અટકાયત સંદર્ભે દેશના અનેક રાજ્યોમાં તેના પ્રત્યાઘાત પડવાના શરૂ થયા હતા. ઉત્તર પ્રદેશ બાદ મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના રાજ્યોમાં દેખાવકારો રસ્તા પર ઉતર્યા હતા. તો બીજી તરફ ગુજરાતના ગોધરા અને અમદાવાદ શહેરમાં પણ કેટલાક ઠેકાણે આઈ લવ મોહંમદના પોસ્ટર લગાડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ હવે શહેરના કારેલીબાગ વિસ્તારમાં કારેલીબાગ પોલીસ સ્ટેશનની સામેની ગલીના નાકે આઇ લવ મોહંમદના પોસ્ટર લગાડવામાં આવ્યા છે. જો પોલીસ સ્ટેશનની સામે જ આવા બેનર લાગ્યા હોય અને પોલીસને તે ઘટના અંગેની જાણ ન હોય તો સમગ્ર મામલે તંત્રની નિષ્ક્રિયતાનો એક પુરાવો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.દેશની તથા રાજ્યના આઇ બી અને પોલીસ વિભાગની એજન્સીઓએ આ સમગ્ર મામલે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોણ જવાબદાર છે તે તપાસ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવી જોઈએ.

Most Popular

To Top