બિહારમાં ચૂંટણી આવે એ પહેલાં બધા પક્ષોને ગરીબો, પછાતો અને અતિ પછાતો યાદ આવી ગયાં છે. કોંગ્રેસે એમનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે એમાં પછાત અને અતિ પછાત માટે ઘણી બધી જાહેરાતો કરી છે, વચનો આપ્યાં છે અને નીતીશકુમારની સરકારે તો આ વર્ગ માટે અનેક યોજનાઓ જાહેર કરી દીધી છે. પણ આપણે જાણીએ છીએ કે, આવી યોજના કે વાયદાઓથી ગરીબોનું જીવન બદલાતું નથી. હા, ઘણી વાર રાજકીય પરિદૃશ્ય બદલાતું હોય છે. કદાચ બિહારમાં ફરી એક વાર એવું બનવા જઈ રહ્યું છે.
બિહારમાં મહાગઠબંધને 2025ની વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઢંઢેરાનો પહેલો ભાગ જાહેર કર્યો છે, જેનું નામ અતિ પછાત ન્યાય સંકલ્પ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને આરજેડીના નેતા તેજસ્વી યાદવે પટનામાં આ જાહેરાત કરી અને એમાં જણાવાયું છે કે, એસસી/એસટી અત્યાચાર નિવારણ અધિનિયમની જેમ જ, અતિ પછાત વર્ગ માટે પણ એક વિશેષ કાયદો બનાવવામાં આવશે. સરકારી સંસ્થાઓમાં અતિ પછાત વર્ગ માટે 30% અનામત આપવામાં આવશે.
રાજ્યની તમામ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામત લાગુ કરવામાં આવશે. આ જાહેરાત બાદ ભાજપ – જેડીયુ શું કરે છે એના પર બધાની નજર રહેવાની. બિહારમાં જંગ જામ્યો છે. આ ચૂંટણી બંને બાજુએ મહત્ત્વ ધરાવે છે. રાહુલ ગાંધી સતત નિષ્ફળ જઈ રહ્યા છે. લાલુ-પુત્રને સત્તાનો મોહ છે. તો સામા પક્ષે નીતીશ માટે આ કદાચ છેલ્લી ચૂંટણી છે. ભાજપ હવે આ રાજ્ય એકલા હાથે કબજે કરવા માગે છે.
અને આ દિશામાં નીતીશકુમાર તો અનેક જાહેરાતો કરી ચૂક્યા છે. મફત રેવડીઓ વહેંચી દેવામાં આવી છે. નીતિશકુમારે આ જાહેરાતોનો મુખ્ય ઉદ્દેશ જુદા જુદા વર્ગોને આકર્ષવાનો અને પોતાની છબીને મજબૂત કરવાનો છે. મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ 50 લાખ મહિલાઓને તેમના વ્યવસાય શરૂ કરવા માટે ₹10,000નો પ્રથમ હપ્તો સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાની તૈયારીઓ ચાલી રહી છે. વિશ્વકર્મા પૂજાના અવસરે, રાજ્યનાં 16 લાખથી વધુ નોંધાયેલાં બાંધકામ શ્રમિકોને ₹5,000ની આર્થિક સહાય સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી. આ રકમ કપડાં અને અન્ય જરૂરિયાતો માટે આપવામાં આવી છે અને બિહારમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે, ₹1000 કરોડ સુધીનું રોકાણ કરનાર રોકાણકારોને 25 એકર જમીન મફતમાં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે આવું શા માટે કરવામાં આવે છે એ સમજી લેવાની જરૂર છે. બિહારમાં પછાત અને અતિ પછાત વર્ગની વસતી કુલ વસતીનો મોટો ભાગ છે. તાજેતરની જાતિગત વસતીગણતરી મુજબ, અતિ પછાત વર્ગની વસ્તી લગભગ 36% છે, જ્યારે પછાત વર્ગની વસતી 27% છે. આ બંને વર્ગને ભેગા કરીએ તો તેમની વસતી કુલ વસતીના 63% થી વધુ થાય છે. અતિ પછાત વર્ગમાં કુલ 112 જાતિઓનો સમાવેશ થાય છે. પછાત વર્ગમાં કુલ 29 જાતિઓનો સમાવેશ થાય છે. આ વર્ગમાં યાદવ, કુર્મી અને કોઇરી (કુશવાહા) જેવી મોટી અને રાજકીય રીતે પ્રભાવશાળી જાતિઓનો સમાવેશ થાય છે. આ વસતીગણતરી મુજબ તેમની પછાત અને અતિ પછાત વસતી બિહારની કુલ વસતીના લગભગ 36.01% છે. આટલી મોટી સંખ્યાનો સમૂહ કોઈપણ પક્ષ માટે નિર્ણાયક વોટ બેંક બની શકે છે અને એટલે જ એમના પ્રત્યે બધાને પ્રેમ ઉભરાઈ રહ્યો છે. સમસ્યા એટલી જ છે કે, ચૂંટણી પૂરતો જ આ પ્રેમનો ઉભરો આવે છે અને એ પૂર્તિ થતાં જ દૂધના ઉભરાની જેમ એ બેસી જાય છે.
લદાખના આક્રોશને ઓળખી લો ….
જમ્મુ કાશ્મીરમાંથી લદ્દાખને અલગ કર્યા પછી એને રાજ્યનો દરજ્જો મળ્યો નથી. એમ તો હજુ જમ્મુ કાશ્મીરને પણ ક્યાં મળ્યો છે. કેન્દ્ર સરકાર કહે છે નિયત સમયે એ અપાશે. પણ એ સમય આવતો નથી. કાશ્મીરમાં ચૂંટાયેલી સરકાર તો છે પણ એમની પાસે અધિકારો ઓછા છે. લદ્દાખમાં પણ આ મુદ્દે ક્યારનું ય આંદોલન ચાલે છે પણ કેન્દ્ર સરકાર એને દાદ આપતી નથી. પર્યાવરણવિદ્ સોનમ વાંગચુક દ્વારા આ મુદ્દે અનેક વાર ઉપવાસ થયા છે અને લોકો મોટી સંખ્યામાં જોડાતાં રહ્યાં છે. છતાં સરકાર જાગતી નથી.
આ પ્રજાની માગણી શું છે એ સમજી લેવાની જરૂર છે. લદ્દાખને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે, જેથી સ્થાનિક લોકો પોતાના શાસનમાં વધુ ભાગ લઈ શકે અને નિર્ણયો લઈ શકે અને લદ્દાખને ભારતીય બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવવામાં આવે. આ અનુસૂચિ આદિવાસી વિસ્તારોને તેમની જમીન, સંસ્કૃતિ અને ઓળખની સુરક્ષા માટે વિશેષ અધિકારો આપે છે. લદ્દાખનો વિસ્તાર પર્યાવરણીય રીતે ખૂબ જ સંવેદનશીલ હોવાથી, તેઓ આ સુરક્ષાની માંગ કરી રહ્યા છે. લદ્દાખમાં નોકરીની તકો ઓછી છે, જેથી સ્થાનિક યુવાનોને રોજગારી મળે તે સુનિશ્ચિત કરવા માટે અલગ પબ્લિક સર્વિસ કમિશનની રચના થાય.
વાગ્ચુકનું આંદોલન અત્યાર સુધી શાંતિથી ચાલતું રહ્યું હતું પણ હવે હિંસા શરૂ થઇ છે. હિંસક ટોળાએ લેહમાં ભાજપના કાર્યાલય અને પોલીસનાં વાહનોને નિશાન બનાવીને આગ લગાડી. પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો. કેટલાક અહેવાલો મુજબ, ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો, જેમાં કેટલાંક લોકોનાં મૃત્યુ થયાં અને મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયાં. હિંસા થયા બાદ સોનમ વાંગચૂકે ઉપવાસનો અંત આણ્યો. તેમણે જણાવ્યું કે તેમનો ઉદ્દેશ શાંતિપૂર્ણ આંદોલનનો હતો અને આ હિંસા દુઃખદ છે. જો કે, ગૃહ મંત્રાલયે તેમના પર હિંસા વચ્ચે ઉપવાસ તોડીને ઘરે પરત ફરવાનો અને પરિસ્થિતિને શાંત કરવામાં નિષ્ફળ જવાનો આરોપ મૂક્યો છે.
ગૃહ મંત્રાલય અને અન્ય સત્તાવાળાઓએ હિંસા માટે સોનમ વાંગચૂકનાં ઉશ્કેરણીજનક નિવેદનોને જવાબદાર ઠેરવ્યાં છે. તેમના પર એવા આરોપ લાગ્યા છે કે તેમણે આરબ સ્પ્રિંગ અને જનરેશન ઝેડ જેવી ચળવળોનો ઉલ્લેખ કરીને યુવાનોને ઉશ્કેર્યાં હતાં. જો કે, 10 ઓક્ટોબરે આ મુદ્દે કેન્દ્ર અને લદ્દાખનાં આંદોલનકારીઓ વચ્ચે બેઠક થવાની છે. પણ સરકાર વિલંબ કરી રહી છે. જમ્મુ કાશ્મીરમાંથી લદ્દાખને અલગ કરાયાને ખાસ્સો સમય થઇ ચૂક્યો છે. તો પછી રાજ્યનો દરજ્જો આપવા સામે વાંધો શું છે? યુવાનો આગબબૂલા છે. એમના આક્રોશને ઓળખી લેવાની જરૂર છે. સ્થિતિ કાબૂ બહાર જાય એ પહેલાં ઉકેલ આણવાની જરૂર છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.