વડોદરા: બાપોદ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા સરકારી વકીલે ચિકકાર દારૂનો નશો કરીને સોસાયટીમાં ભારે માથાકૂટ કરી હતી. ઉપરાંત રોજબરોજની આ સરકારી વકીલની માથાકૂટથી લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા હોય ગુરુવારે પોલીસને ફોન કર્યો હતો. જેથી પોલીસ આવતા જ આ સરકારી વકીલ મકાનની છત પર ચડી ગયા હતા અને ડ્રામા સર્જ્યો હતો. પોલીસે તેને છત પર જઈને પકડી બાપોદ પોલીસ સ્ટેશનમાં સોંપતા પોલીસે તેના વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે.
વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં આવેલી સોનલ વાટિકા સોસાયટીમાં રહેતા સરકારી વકીલ વિજયભાઈ વૈરાગી દ્વારા રોજ દારૂનો નશો કરી સોસાયટીમાં માથાકૂટ કરતા હોય તેમનાથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે. સૂત્રોમાંથી હાલમાં નવરાત્રી ચાલી રહી હોય તેમ છતાં સરકારી વકીલ દારૂનો નશો કરીને આવ્યા હતા અને સ્થાનિક સાથે માથાકુટ કરવા લાગ્યા હતા. જેથી સ્થાનિક દ્વારા 112 પર વર્ધી લખાવી હતી. જેથી પોલીસની ટીમ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી.
ત્યારે સોસાયટીના લોકોનું ટોળું ભેગું થયેલું હતું. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ સરકારી વકીલ વિજય વૈરાગીએ અગાઉ સ્થાનિક સાથે થયેલી ફરિયાદની અદાવતે એક સગીરા ને સોસાયટીમાં રોકવામાં આવતી હતી. જેથી આ વ્યક્તિને બહાર કાઢો તેવુ સ્થાનિક લોકો કહી રહ્યા હતા. પોલીસને આવતી જોઈને આ વિજય વૈરાગી પીધેલી હાલતમાં હોય મકાનના છત પર જતો રહ્યો હતો અને સમગ્ર સોસાયટી માથે લીધી હતી. જેથી પોલીસે મકાનની છત પર ચડી ગયો કોઈ પોલીસે ઉપર જઈને તેને ઝડપી પાડ્યો હતો.બાપોદ પોલીસ સ્ટેશનમાં સરકારી વકીલ અને વીએમસીના લીગલ એડવાઈઝર વિરુદ્ધ વિરુદ્ધ પ્રોહિબિશનનો દાખલ કરવામાં આવ્યો છે.