પાલિકા તંત્ર દ્વારા આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત દર અઠવાડિયે સૌથી સ્વચ્છ સોસાયટી ને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે
વડોદરા: આગામી તા.02 ઓક્ટોબર ગાંધી જયંતિ ની ઉજવણીના ભાગરૂપે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ની અપીલ કરી છે ત્યારે આજથી સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે .

વડોદરા મહાનગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં શહેરના તમામ વોર્ડમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.આગામી સમયમાં શહેરના અલગ અલગ વોર્ડમાં જે સોસાયટીઓમાં સ્વચ્છતા હરિફાઇ યોજવામાં આવશે જેમાં વોર્ડમાં સૌથી સ્વચ્છ સોસાયટી ને પાલિકા તંત્ર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે.

આ સ્વચ્છતા અભિયાનમાં પાલિકા તંત્ર સાથે સાથે વિધ્યાર્થીઓ,એન જી.ઓ., વિવિધ સંગઠનોને પણ જોડાવવા આહ્વાન કર્યું છે. દરરોજ સવારે આ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. જેના માટે મ્યુનિ.કમિશનર તમામ વોર્ડ પ્રમુખ, કાઉન્સિલરો સાથે વાત કરશે.સાથે જ વિશ્વામિત્રી નદીની સ્વચ્છતા પર વધુ ભાર મૂકવામાં આવશે.આ રીતે સમગ્ર શહેર પાલિકા તંત્ર તથા લોક ભાગીદારીથી સ્વચ્છ બનશે.