ગાળો નહીં બોલવાનું કહેતા વિદ્યાર્થીઓએ તું અમને કહેવા વાળો કોણ છે તેમ કહી ઝઘડો કર્યો
વડોદરા તારીખ
એમએસ યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલના યુવકો બહાર ગાળા ગાળી કરતા હતા. જેથી સ્થાનિક યુવકે તેમને ગાળો નહીં બોલવા માટે કહ્યું હતું ત્યારે આ બંને વિદ્યાર્થીઓએ તું અમને કહેવા વાળો કોણ છે તેમ કહી એની સાથે ઝઘડો કર્યા બાદ લોખંડની ચેન વડે હુમલો કર્યો હતો. લોહી લુહાણ હાલતમાં યુવકને સારવાર માટે એસએસજી બાદ નરહરી હોસ્પિટલમાં ખસેડાયો હતો. સયાજીગંજ પોલીસે હુમલો કરનાર બે યુવકોને ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે


વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં ગણેશ નગરમાં રહેતા અવિનાશ ચંદુભાઈ ઠાકોર તેના મિત્રો અવિનાશ ડામોર તથા સોનુ પંડયા સાથે એમ.એસ.યુનિવર્સીટીના બોયસ હોસ્ટેલના ગેટની બહાર ચા પીવા ઉભા હતા. દરમિયાન અન્ય મિત્ર રોહન શિંદે પણ ત્યાં ચા પીવા આવી પહોંચ્યો હતો. સાડા અગિયાર વાગ્યાના સુમારે બોયઝ હોસ્ટેલના બે છોકરાઓ અંદરો અંદર મોટે મોટેથી ગાળાગાળી કરતા હોય અવિનાશ ઠાકોરે તેઓને અહીયા પરિવારના લોકો રહે છે. જેથી તેમણે ગાળો નહી બોલવા માટે જણાવતા તેઓએ તુ અમને કહેવા વાળો કોણ છે તેમ કહી યુવક સાથે ઝઘડો કર્યો હતો. જેમાથી એકે અવિનાશને પકડી રાખી તથા બીજાએ લોખંડની ચેઈન વડે હુમલો કર્યો હતો. જેથી યુવક લોહી લુહાણ થઈ જતા હોસ્ટેલના વિદ્યાર્થીઓ ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકને તેનો મિત્ર રોહન સિંદે એસ.એસ.જી. હોસ્પીટલ બાદ નરહરિ હોસ્પીટલ ખાતે સારવાર માટે લઈ ગયો હતો. ઈજાગ્રસ્ત યુવકે હોસ્ટેલના બે યુવકો વિરુદ્ધ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે હોસ્ટેલના વિદ્યાર્થીઓ દિવ્યરાજસિંહ ગોહિલ અને સાહિલ પરમારને ઝડપી પાડ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.