મેદાનમાં કાદવ કીચડ ,ખાડા,પથરા તથા પાર્કિંગ ની જ યોગ્ય સુવિધાઓ ન હોવાથી ગરબા ખેલૈયાઓ છેતરાયા હોવાની અનુભૂતિ
પાર્કિંગ ના ઠેકાણાં ન હોવાથી ગરબા ખેલૈયાઓ ને દોઢ થી બે કિલોમીટર ચાલતા જવાનો આવ્યો વારો
(પ્રતિનિધિ) વડોદરા તા.23
લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના મેદાન પર ટ્રાફિક, પાર્કિંગ ની અસુવિધાઓ ઉપરાંત મેદાનમાં કીચડ,ખાડા તથા પથ્થરો વાગતા ગરબા ખેલૈયાઓએ હોબાળો મચાવ્યો.
લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા નામ મોટા અને દર્શન નાના જેવી સ્થિતિ સર્જાઈ છે. નવરાત્રિ ના પ્રથમ દિવસે જ પાંચ હજાર જેવી માતબર રકમ ખર્ચીને લીધેલા પાસ લ ઇ ગરબા ખેલૈયાઓ ઉમંગભેર લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના મેદાન પર ગયા હતા જ્યાં સૌ પ્રથમ તો ગરબા ખેલૈયાઓને ટ્રાફિકમા અટવાવવાનો વારો આવ્યો હતો ત્યારબાદ ગરબા મેદાન પર વાહપ પાર્કિંગની પણ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી લોકોએ પોતાના વાહનો રોડ નજીક પાર્ક કરવા પડ્યા હતા અને દોઢ કિલોમીટર જેટલું પગપાળા ચાલીને ગરબા મેદાન પર પહોંચ્યા હતા જ્યાં મેદાનમાં કાદવ કીચડ,ખાડા હતા તદ્પરાંત મેદાનમાં પત્થર વાગતા ખેલૈયાઓને પગમાં પત્થર વાગતા બે થી ત્રણ ગરબા ખેલૈયાઓને પગમાં લોહી નિકળ્યું હતું જેઓને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઇ જવા પડ્યા હતા.ત્યારે ગરબા ખેલૈયાઓએ પાંચ પાંચ હજાર રૂપિયાના પાસ લીધા પછી છેતરાયા હોવાની અનુભૂતિ થઈ હતી અને સમગ્ર મામલે હોબાળો મચાવ્યો હતો.