માત્ર મુસ્લિમ યુવકોને ડીટેન કરાયા હોવાનો મહિલાઓનો આક્ષેપ, શુક્રવારે રાત્રે થયેલા પથ્થર મારામાં પોલીસની કાર્યવાહી શરૂ
ગઈકાલે શુક્રવારે રાત્રે શહેરના અતિસંવેદનશીલ વિસ્તારમાં મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવો એઆઈ જનરેટેડ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જેના પગલે બંને કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો કરી વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. જેમાં પોલીસે બે અલગ અલગ એફઆઇઆર દાખલ કરી છે. જેમાં પોલીસે રાયોટીંગના ગુનામાં પોલીસે 50 જેટલા અસામાજિક તત્વોને ડિટેન કરી પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવતા હતા ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા પોલીસ વાનનો ઘેરો પણ કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
વડોદરા શહેરના જૂનીગઢી યાકુતપુરા વિસ્તારમાં ગઈ કાલે શુક્રવારના રોજ રાત્રે મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવી એઆઈ જનરેટેડ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. જેના પગલે બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો કરી વિસ્તારમાં પડી રહેલા કાર રીક્ષા સહિતના વાહનોને નુકસાન પહોંચાડી શહેરના શાંતિયુકત વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. જેથી લઘુમતી કોમનું ટોળુ સિટી પોલીસ સ્ટેશનમાં ધસી આવ્યું હતું. પોલીસે ફરિયાદ કરવા ખાતરી મામલો થાળે પાડ્યો હતો. જોકે પોલીસે બે અલગ અલગ એફ આઈ સરકારી કાર્યવાહી શરૂ કરી છે. જેમાં પોલીસે આજે 20 સપ્ટેમ્બર ના રોજ વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરી આરોપીને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી કરાઈ હતી. જેમાં પોલીસે કોમ્બિંગ હાથ ધરીને 50 ઉપરાંતના સામાજિક તત્વોને ડિટેન કરી પોલીસ બંદોબસ્ત હેઠળ પોલીસે સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. જેના પગલે મોટી સંખ્યા મુસ્લિમ લોકોના ટોળા સિટી પોલીસ સ્ટેશન પાસે ઉમટી પડ્યા હતા અને પોલીસ દ્વારા મુસ્લિમ સમાજના જ યુવકોને ડિટેન કર્યા હોવાના લઘુમતી કોમની મહિલાઓએ આક્ષેપ કર્યા હતા અને પોલીસ વાનનો ઘેરો ઘાલ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.