Vadodara

વાઘોડિયા ગાજરાવાડી રોડના કોમ્પ્લેક્સના શૌચાલયમાંથી મૃત નવજાત શિશુ મળ્યું

વડોદરા:;આજે વહેલી સવારે વડોદરા શહેરના વાઘોડિયા ગાજરાવાડી રોડ પર આવેલા જગન્નાથ કોમ્પ્લેક્સમાં શૌચાલયમાં નિષ્ઠુર માતા પોતાના નવજાત મૃત બાળકને ત્યજી ફરાર થઈ ગઈ હતી. જેની વાત વાયુ વેગે ફેંલાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને મોટી સંખ્યા લોકો નવજાતને જોવા ઉમટી પડ્યા હતા. પાણીગેટ પોલીસે બાળકનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી અગાઉ નવજાત બાળક મળી આવ્યા હોવાના અનેક બનાવ બની ચૂક્યા છે. ત્યારે વાઘોડિયા ગાજરાવાડી રોડ પર આવેલા જગન્નાથ કોમ્પ્લેક્સના શૌચાલયમાં વહેલી સવારે નિષ્ઠુર માતા પોતાના નવજાત શિશુને રઝળતું ફેંકીને ફરાર થઈ ગઈ હતી. શૌચાલયમાં જતા લોકો આ નવજાતને જોતા તેઓ ચોકી ઉઠ્યા હતા. જેની વાત વાયુ વેગે ફેલાતા લોકો શિશુને જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. બાળકીને ત્યજીને ભાગી ગયેલી માતા સામે સ્થળ પર ભેગા થયેલા લોકોએ ભારે ફિટકાર વરસાવી હતી. જોકે ઘટના અંગે જાણ થતા પોલીસ તુરંત ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને બાળકને સરકારી દવાખાને મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા આ મરણ પામેલા નવજાતને ત્યજી ગયેલી માતાની તે વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરાના આધારે શોધખોળ શરૂ કરાઈ છે.

Most Popular

To Top