Vadodara

વરસાદે વડોદરા પોલીસના ગરબા રદ કરાવ્યા, ધંધાદારી આયોજકો પણ ટેન્શનમાં

નવલખી ગ્રાઉન્ડમાં પોલીસ દ્વારા આયોજિત બિફોર નવરાત્રીના ગરબા રદ

વરસાદના કારણે મેદાનમાં કાદવ કિચ્ચડ થઈ જતા પોલીસ વિભાગે ગરબા કેન્સલ કર્યા


વડોદરા તારીખ 20
નવરાત્રી મહોત્સવને લઈને સંસ્કારીનગરી વડોદરામાં નવલખી ગ્રાઉન્ડ ખાતે પોલીસ વિભાગ દ્વારા આજે 20 સપ્ટેમ્બરના રોજ બીફોર નવરાત્રી ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં લોકગાયક જીગરદાન ગઢવી ખેલૈયાઓને રમઝટ બોલાવવાના હોય તમામ પાસનું પણ વિતરણ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ વરસાદના કારણે નવલખી ગ્રાઉન્ડમાં અડધા ફૂટ જેટલું કિચડ હોય ગરબા રમવું અશક્ય લાગતા પોલીસ વિભાગ દ્વારા આજના બીફોર નવરાત્રીના ગરબા રદ કરવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ ગરબાના મેદાન ઉપર થયેલા કાદવ કિચડના કારણે ધંધાદારી આયોજકો પણ ચિંતિત બન્યા છે.
સંસ્કારી નગરી વડોદરામાં નવરાત્રી મહોત્સવની ભારે ધામધૂમથી ઉજવણી કરવાના આવતી હોય છે. ધંધાદારી આયોજકો દ્વારા પણ મોટા પાયે ખર્ચા કરી ગરબા ગ્રાઉન્ડ સજ્જ કરી તમામ તૈયારીઓ કરાઈ છે. ત્યારે પોલીસ વિભાગ દ્વારા નવરાત્રીને લઈ 20 સપ્ટેમ્બરના રોજ નવલખી મેદાન ખાતે બિફોર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેલૈયાઓના ઉત્સાહમાં ચાર ચાંદ લગાવવા માટે સુપ્રસિધ્ધ લોકગાયક જીગર દાન ગઢવી રમઝટ બોલાવવા માટે પધારવાના હતા. પરંતુ છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન બન્યા હોય તેમ વરસી રહ્યા છે અને 19 સપ્ટેમ્બરના રોજ બપોરથી સાંજના સમયે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને શહેરના અલગ અલગ વિસ્તારો કે જ્યાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પણ પાણી ભરાઈ જવાના કારણે કાદવ કિચ્ચડ થઈ ગયું હતું. ત્યારે નવલખી સાથે યોજાતા ગરબાના મેદાનમાં પણ અડધા ફૂટ જેટલું કાદવ કિચનનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હોય ગરબા રમવુ અશક્ય બની ગયું હતું. જેને લઈને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાની સાથે શક્તિ આરાધના માટે યોજાનાર બીફોર નવરાત્રીના ગરબા વરસાદના કારણે રદ કરવામા આવ્યા હોવાનું નક્કી કરાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જીગરદાન ગઢવીના ગરબા ના કાર્યક્રમને લઈને સમગ્ર શહેરમાં પાસનું પણ વિતરણ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે બીજી તરફ લઈને હવે ગરબાના ધંધાર્થી આયોજકો પણ ચિંતિત બન્યા છે. ગરબાની તૈયારીમાં ધૂમ ખર્ચો કરવામાં આવ્યો છે ત્યારે વરસાદ ખમૈયા કરે તેવી આજીજી કરતા જણાઈ રહ્યા છે.

Most Popular

To Top