મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા લઘુમતી કોમના લોકોમાં ભારે રોષ, સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો
સિટી પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો દોડી ગયા, રસ્તો પણ બંધ કરી દીધો, પોલીસ ફરિયાદ નોંધવાની ખાતરી આપતા લોકો રવાના થયા
વડોદરા: વડોદરાના યાકુતપુરા જૂનીગઢી વિસ્તારમાં રહેતા કોઈ શખ્સ દ્વારા લઘુમતી કોમના લોકોની લાગણી દુભાય તેવી એઆઈ જનરેટેડ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરાઈ હતી. જેને લઈ શુક્રવારના રોજ મોડી રાત્રિના સમયે મુસ્લિમોના ટોળા રસ્તા પર ઉતરી પડ્યા હતા. જેને લઇને બંને કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને પથ્થર મારો પણ થઈ ગયો હતો.
એક તબક્કે શહેરનું વાતાવરણ આ ઘટના લઈને ડહોળાઈ તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. પથ્થર મારા દરમિયાન એક પોલીસ કર્મચારી ઘવાયો હોવાના સમાચાર સાંપડયા છે.
જેસીપી ડો. લીના પાટીલ સહિતના અધિકારીઓનો કાફલો તુરંત સ્થળ પર દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડી દીધો હતો. મોટી સંખ્યામાં મુસ્લિમોએ રસ્તો રોકીને સમગ્ર સીટી પોલીસ સ્ટેશનને બાદમાં લીધું હતું અને પોલીસ ફરિયાદ કરી આરોપીની ધરપકડ કરવા માંગ કરી હતી. જેથી પોલીસે ફરિયાદ કરી ધરપકડ કરવાની આપતા ટોળાએ રસ્તો ખુલ્લો કર્યો હતો.
વડોદરા શહેરના યાકુતપુરા જૂનીગઢી વિસ્તારમાં રહેતા કોઈ શખ્સ દ્વારા સમગ્ર મુસ્લિમના સમાજની લાગણી દુભાય તેવી એક એઆઈ જનરેટેડ પોસ્ટ બનાવવામાં આવી હતી અને તે પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ કરી નાખવામાં આવી હતી. જેને લઈને સમગ્ર મુસ્લિમ સમાજના લોકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો હતો.
એક તબક્કે હિન્દુ અને મુસ્લિમ લોકોના ટોળા સામસામે આવી ગયા હતા અને સામાન્ય પથ્થર મારો પણ થયો હતો.ઘટનાની જાણ થતા એડિશનલ પીસીએ કમિશનર ડો. લીના પાટીલ સહિત ડીસીપી એસીપી, પીઆઇ તેમજ સ્થાનિક પોલીસ સહિત પીસીબી, ડીસીબી અને એસઓજી પીઆઇ સહિતનો કાફલો દોડી આવ્યો હતો અને ટોળાને વિખેરીને સમગ્ર મામલા પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે પથ્થરમારા ના કારણે એક પોલીસ કર્મચારીને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ અને મોટી સંખ્યામાં લઘુમતી કોમના ટોળા સિટી પોલીસે સ્ટેશન દોડી આવ્યા હતા અને આ હરકત કરનાર શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે તેની ધરપકડ કરીને તેને પાસા તથા તડીપાર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
જોકે પોલીસે અરજી લઈને ફરિયાદ નોંધવાની ખાતરી આપતા થોડા રસ્તો ખોલ્યો હતો અને ટોળું રવાના થઈ ગયું હતું. યાકુતપુરા જૂનીગઢી વિસ્તાર મોડીરાત્રીના સમયે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનો તાગ મેળવવા માટે ડ્રોન દ્વારા પણ પોલીસે દ્વારા વોચ રાખવામાં આવ્યું હતું.
નવરાત્રી સહિતના તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ સંપૂર્ણ કરી દેવામાં આવી છે, તેવા સમયે ત્યારે નવરાત્રી પૂર્વે શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પથ્થરની ઘટના બનતા હવે પોલીસ વધુ સતેજ બની છે.
આ પહેલા ગોધરામાં પણ શુક્રવારે રાતે ટોળા ઉમટી પડતા રાજ્યની શાંતિ ભંગ કરવાના ભાગરૂપે કોઈ તત્વો સક્રિય નથી થયાને તે મુદ્દે પણ પોલીસ તપાસ કરી રહી છે.