Vadodara

ગોધરાથી ત્રણ વર્ષની બાળકીની તસ્કરી કરી ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે લવાઈ?

ગોત્રી GMERS હોસ્પિટલમાં સારવાર માટે લવાયેલી બાળકીની ગોધરાની ટોળકી દ્વારા કથિત તસ્કરી અંગે પોલીસ ફરિયાદ

માત્ર ત્રણ દિવસની બાળકીને ન્યુમોનિયા થયો હોવાથી સાવલીની મહિલા સારવાર માટે લઇને આવી હતી


(પ્રતિનિધિ) વડોદરા તા. 19

શહેરના ગોત્રી GMERS હોસ્પિટલમાં ગત તા.17 સપ્ટેમ્બર ની વહેલી સવારે એક મહિલા ત્રણ દિવસની બાળકીને લઈને સારવાર માટે હોસ્પિટલમાં આવી હતી. બાળકીની ગોધરાની ટોળકી દ્વારા કથિત તસ્કરી કરાઇ હોવાની આશંકા સાથે સાવલી પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત તા.17 , સપ્ટેમ્બર,2025 ના રોજ વહેલી સવારે આશરે 5 વાગ્યે સાવલી lથી એક મહિલા જેનું નામ કોકીલાબેન રાજેશભાઇ પરમાર એક નવજાત એટલે કે ત્રણ દિવસની બાળકીને લઈને સારવાર માટે આવી હતી. જ્યાં બાળકીને ન્યુમોનિયા થયો હોવાથી બાળકીને દાખલ કરવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલના તબીબોને શંકા ગઈ હતી કે આ બાળકી સાથે આવેલી મહિલાની નથી. જેથી હોસ્પિટલ પ્રશાસન દ્વારા મહિલાનું આધારકાર્ડ માંગવામાં આવ્યું હતું. બાળકીનો જન્મ ત્રણ દિવસ અગાઉ ગોધરાની હોસ્પિટલમાં થયો હોય તેને રિફર કરીને અહીં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. દરમિયાન સાવલી પોલીસને જાણ કરતાં સાવલી પોલીસે હોસ્પિટલ ના આર.એમ.ઓ.નો સંપર્ક કર્યો હતો અને બાળકીની સારવાર પૂરી થાય ત્યારે પોલીસને જાણ કરી બાળકીને સોંપવા જણાવ્યું છે. જ્યારે બાળકી સાથે આવેલી મહિલાની અટકાયત કરી પોલીસે પૂછપરછ તપાસ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગોધરાની ટોળકી દ્વારા બાળકીની કથિત તસ્કરી કરાઇ હોવાનું જાણવા મળ્યું છે જો કે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધર્યા પછી સમગ્ર મામલે હકીકત બહાર આવવા સંભવ છે.

Most Popular

To Top