Vadodara

ફાજલપુર ગામમાં લોકો પર હુમલો કરનાર કપિરાજ પાંજરે પુરાયા

( પ્રતિનિધી )વડોદરા,તા.17

વડોદરા શહેર નજીક આવેલા ફાજલપુર ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી આતંક મચાવી ગ્રામજનો પર હુમલા કરનાર કપિરાજને વન વિભાગ દ્વારા પાંજરે પુરવામાં આવ્યા હતા જેને લઈને ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

વડોદરા શહેર નજીક આવેલા ફાજલપુર ગામે છેલ્લા કેટલાક દિવસથી આતંક મચાવનાર કપિરાજને વનવિભાગ દ્વારા પાંજરે પૂરવામાં આવતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. ફાજલપુર ગામમાં કપિરાજ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ગામમાં આતંક મચાવવામાં આવ્યો હતો. લોકો પર હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં એક સિનિયર સિટીઝન મહિલા ઉપર હુમલો કરતા તેમને પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ત્યારે, ફાજલપુર ગામના ગોપાલભાઈ રબારીએ વનવિભાગને ટેલિફોનિક માહિતી આપી હતી કે, અમારા ગામમાં એક મોટો વાંદરો ગામના લોકોને બચકા ભર્યા છે. જેથી વનવિભાગના રેસ્ક્યુરર જીગ્નેશ પરમાર અને લાલુ નિઝામા ફાજલપુર ગામ ખાતે પહોંચ્યા હતા. જ્યાં કપિરાજ એક ઝાડીમાં બેઠેલા જોવા મળ્યા હતા. ભારે જહેમતે તેઓને ખોરાક આપી પાંજરા સુધી લાવી તેમાં પુરવામાં આવ્યા હતા. આ દ્રશ્યો જોવા માટે ગ્રામજનો ઉમટી પડ્યા હતા. કપિરાજ પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો અને વનવિભાગની કામગીરીને બિરદાવી હતી.

Most Popular

To Top