National

આજે PM નરેન્દ્ર મોદીનો 75માં જન્મ દિવસ, રાહુલ ગાંધીએ પણ આપી શુભેચ્છા, જાણો શું કહ્યું!

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે પોતાનો 75મો જન્મદિવસ છે. દેશ-વિદેશમાંથી તેમને જન્મ દિવસની શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. રાજકારણથી લઈને સામાજિક જગત સુધી, દરેક ક્ષેત્રના આગેવાનો અને જનતા વડા પ્રધાનને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

કાંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ સોશિયલ મીડિયા મારફતે પીએમ મોદીને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં વડા પ્રધાનને જન્મદિવસની શુભકામનાઓ સાથે સારા સ્વાસ્થ્યની કામના કરી હતી.


બીજી બાજુ ભાજપે પીએમ મોદીના જીવન અને કાર્યને ઉજાગર કરવા માટે ખાસ અભિયાન શરૂ કર્યું છે. “મોદી સ્ટોરી” નામના ટૂંકા વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે જેમાં ચાના ગ્લાસ સાથે મોદીના જીવનની ઝલક દર્શાવવામાં આવી છે. આ શ્રેણીમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા સહિતના વરિષ્ઠ નેતાઓએ પોતાની યાદો અને અનુભવ શેર કર્યા છે.

પાર્ટીએ વડા પ્રધાનના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં બે અઠવાડિયા સુધી “સેવા પખવાડા”ની શરૂઆત કરી છે. આ અંતર્ગત વિવિધ રાજ્યોમાં “નમો યુવા દોડ”, રક્તદાન શિબિરો અને અન્ય સામાજિક કાર્યક્રમોનું આયોજન થશે. બિહાર ભાજપ રાજ્યભરમાં 50,000 સ્થળોએ પીએમ મોદીને આધારીત ટૂંકી ફિલ્મનું પ્રદર્શન કરશે.

આ વિશેષ દિવસે વડા પ્રધાન મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં 2,150 એકર વિસ્તારમાં વિકસાવાનારા “પીએમ મિત્ર પાર્ક”નું શિલાન્યાસ કરશે. ઉપરાંત તેઓ “સ્વસ્થ મહિલા, મજબૂત પરિવાર” અભિયાન અને 8મા પોષણ મહિનાનો પ્રારંભ પણ કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ માત્ર એક ઉજવણી નહીં પરંતુ સેવા, સમર્પણ અને વિકાસના સંકલ્પને નવી દિશા આપતો દિવસ બની રહ્યો છે.

Most Popular

To Top