Charotar

બોરસદમાં SOG પોલિસ દ્વારા ઓચિંતી તપાસ કરાતાં કુટણખાનું ઝડપાયું

3 પુરુષ અને 3 મહીલા સામે કાર્યવાહી

(પ્રતિનિધિ) આણંદ તા 15

બોરસદના વહેરા સીમ વિસ્તાર D માર્ટની પાછળ આવેલ સોસાયટીમાંથી કુટણખાનું ઝડપાતાં ચકચાર મચી જવા પામી છે. એસ ઓ જી પોલિસ કાફલો અચાનક જ કુટણખાના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ત્રણ મહીલા અને ત્રણ પુરુષ કુટણખાના સ્થળે ઝડપાયા હતા.
મળતી માહિતી મુજબ બોરસદ તાલુકાના વહેરા સીમ વિસ્તારમાં ડી માર્ટની પાછળ આવેલ સોસાયટીમા કુટણખાનું ચલાવવામાં આવતું હતું. આ કુટણખાનું હિતુલ વાળંદ અને એક મહીલા ધ્વારા કુટણખાનુ વર્ષોથી ચલાવવામા આવતુ હતુ હોવાની ચર્ચાઓ થઈ રહી છે. SOG પોલીસ ધ્વારા 3 મહીલા અને 3 પુરુષને કુટણખાના પરથી જ ઝડપી પાડવામા આવ્યા હતા. આ કુટણખાનું છેલ્લા ચાર પાંચ વર્ષથી ધમધમતું હોવાનું સોસાયટીના રહીશોએ જણાવ્યું . કુટણખાનું ચાલતું હોવાની અનેકવાર અનેક જગ્યાએ વારંવાર રજૂઆતો કરી હતી પરંતુ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. પરંતુ સોમવારે મોડી સાંજે અચાનક કુટણખાના સંદર્ભે કાર્યવાહી કરવામાં આવતા આજુબાજુની 3 સોસાયટીના રહીશોએ પોલીસ કાર્યવાહી બિરદાવી હતી. એસ ઓ જી પોલિસ ત્રણ પુરુષ અને ત્રણ મહિલા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે બોરસદમાં પહેલીવાર કુટણખાનું ઝડપાતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

Most Popular

To Top