Vadodara

અલ્પના સિનેમાગૃહ પાસે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ચાલકનો અકસ્માત

નોનવેજની લારી સાથે ભટકાતા ચાર વ્યક્તિઓનો આબાદ બચાવ

પોલીસે કાર ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથધરી

( પ્રતિનિધી )વડોદરા,તા.14

વડોદરા શહેરના અલ્પના સિનેમા ગૃહ પાસે એક કાર ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા થાંભલા બાદ ત્યાં ઉભી રહેલી નોનવેજની લારી સાથે ધડાકાભેર ભટકાઈ હતી. સદ નસીબે આ અકસ્માતમાં ચાર જેટલા વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. જ્યારે સ્થાનિક પોલીસે કાર ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને હેલ્મેટ પહેરવા સહિત કારમાં સીટ બેલ્ટ બાંધવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે. તેમ છતાં પણ આજે કેટલાક વાહન ચાલકો ટ્રાફિક નિયમનનું ઉલંઘન કરતા જોવા મળી રહ્યા છે. જેના કારણે અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે આજરોજ પ્રતાપનગર રોડ પર વધુ એક અકસ્માતની ઘટના બની હતી. એક કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કલ્પના સિનેમા ગૃહ બહાર આવેલા થાંભલા બાદ જનતા દાલ પુલાવ નામની લારી સાથે ભટકાઈ હતી સર્જાયેલા અકસ્માતમાં લારી નમી ગઈ હતી. જ્યારે ચારથી વધુ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત સર્જાતા લોકોમાં ફાફડાટ ફેલાયો હતો અને આ બનાવ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કાર ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બીજી તરફ લારી ઊંધી વળી જતા લારી ધારકને મોટું નુકસાન થયું હતું.

Most Popular

To Top