આસામના દારંગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે રાજ્યના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને કોંગ્રેસ પર તીવ્ર પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે દેશ આતંકવાદની તીવ્ર સ્થિતિમાં લોહીલુહાણ થઈ રહ્યો હતો પરંતુ કોંગ્રેસ સતત ચુપ રહી હતી.
પીએમ મોદીએ ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા કહ્યું કે “આપણી સેના પાકિસ્તાનના દરેક ખૂણેથી આતંકવાદને જડમૂળથી ઉખેડી નાખે છે. પરંતુ કોંગ્રેસના લોકો આ દરમ્યાન પાકિસ્તાની સેના સાથે ઉભા રહ્યા છે. તેઓ આતંકવાદીઓને પોષવા અને તેમના એજન્ડાને આગળ વધારવા માગે છે.”
જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવી
આસામના લોકોનો આભાર માનતા પીએમ મોદીએ કહ્યું “ઓપરેશન સિંદૂર પછી આ મારી આસામની પહેલી મુલાકાત છે. માં કામાખ્યાના આશીર્વાદથી ઓપરેશન સિંદૂર ખૂબ જ સફળ રહ્યું. તેથી આજે મા કામાખ્યાની ભૂમિ પર આવીને મને એક અલગ જ પવિત્ર અનુભવ થઈ રહ્યો છે. આજે અહીં જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે. આપ સૌને જન્માષ્ટમીની શુભકામનાઓ.”
પોતાને શિવભક્ત તરીકે કહ્યું
પ્રધાનમંત્રી મોદીએ પોતાના શિવભક્ત તરીકેના સ્વભાવ પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યુ “મને સામાન્ય અપમાન સહન કરવું આવે છે. હું ભગવાન શિવનો ભક્ત છું, હું બધું ઝેર ગળી જાઉં છું. પરંતુ બીજાનું નિર્લજ્જ અપમાન હું ક્યારેય સહન કરી શકતો નથી.” તેમણે જવાહરલાલ નેહરુના 1962ના ચીન-ભારત યુદ્ધના સંદર્ભમાં કોંગ્રેસની વર્તમાન પેઢીને પણ નિશાન બનાવ્યું.
કોંગ્રેસ પર પ્રહાર
પીએમ મોદીએ કહ્યું કે “કોંગ્રેસનું આખું ઇકોસિસ્ટમ મારા પર હુમલો કરશે પરંતુ જનતા મારા માટે ભગવાન સમાન છે. જનતા મારા પૂજનીય છે. તેઓ મારા સ્વામી છે. તે મારા રિમોટ કંટ્રોલ છે અને મારા માટે બીજું કોઈ રિમોટ કંટ્રોલ નથી ‘.
તેમણે કહ્યું કે ભારતમાં વિકાસનો અભિગમ યંગ જનરેશન માટે એક સ્વપ્ન અને સંકલ્પ બંને છે અને ઉત્તર પૂર્વનો દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો છે.
પીએમ મોદીએ કોંગ્રેસને ઘૂસણખોરોની રક્ષા કરનાર હોવાનું આરોપ લગાવ્યો અને જણાવ્યું કે “કૉંગ્રેસ રાષ્ટ્રવિરોધી અને ઘૂસણખોરોના હિતમાં કાર્યરત છે. જ્યારે તે સત્તામાં હતી ત્યારે ઘૂસણખોરીને પ્રોત્સાહન આપતું હતું અને આજે તે ઇચ્છે છે કે ઘૂસણખોર કાયમ માટે ભારતમાં સ્થાયી થાય અને ભારતનું ભવિષ્ય ઘૂસણખોરો દ્વારા નક્કી કરવામાં આવે છે.’
આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ વિકાસ, સુરક્ષા અને યુવા સક્રિયતા પર ભાર મૂક્યો છે. તેમજ ભારતને વિકસિત દેશ બનાવવા માટેના સંકલ્પને પુન: જગાવ્યો છે.